Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયો છે ગુન્હોઃ
જામનગર તા. ૧૪: જામનગરના એક મહિલાએ મોટા થાવરીયા ગામમાં આવેલી વડીલોપાર્જીત જગ્યામાં ત્રણ પિતરાઈ ભાઈએ દબાણ કરી લીધાની પોલીસમાં ફરિયાદ કર્યા પછી લેન્ડ ગ્રેબિંગના આ ગુન્હામાં એક આરોપીએ આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. અદાલતે તે આરોપીને આગોતરા જામીન આપ્યા છે.
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં વડીલોપાર્જિત જમીન ધરાવતા શોભનાબેન હીતેનભાઈ પટેલે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના પિતરાઈ ભાઈ ધીરૂભાઈ ચોવટીયા, જયંતિભાઈ, રતીલાલ સામે ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, આ વ્યક્તિઓએ તે જગ્યામાં આવેલા જૂના મકાન, ઓરડીઓનો કબજો કરી ગેરકાયદે દબાણ સર્જયું છે. તે ફરિયાદના આધારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો.
તે પછી આરોપી પૈકીના ધીરૂભાઈ દેવશીભાઈ ચોવટીયાએ આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. તેની સામે ફરિયાદી શોભનાબેન તરફથી દલીલ કરાઈ હતી કે, આ જમીન તેઓએ દસ્તાવેજથી ખરીદ કરી છે અને જમીનની માપણી પણ સામેવાળાઓએ કરવા દીધી ન હતી. આ આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર કરાય તો પુરાવા સાથે ચેડા થઈ શકે છે. તેની સામે આરોપી પક્ષે દલીલ ધરી હતી કે, સિવિલ તકરારને ફોજદારી સ્વરૂપ આપવા આ ફરિયાદ કરવામાં આવી છે. દબાણ લાવવાના આશયથી ફરિયાદ કરાઈ હોવાનું જણાઈ આવી રહ્યું છે.
અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી ધીરૂભાઈ દેવશીભાઈની આગોતરા જામીન અરજી મંજૂર રાખી છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial