Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં જુગારના આઠ દરોડા ગંજીપાના કૂટતા ૩૬ શખ્સ ઝડપાઈ ગયા

ચાર પત્તાપ્રેમી નાસી જવામાં સફળ થયાઃ રૂ.૧ લાખ ઉપરાંતની મત્તા કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: દેવભુમિ દ્વારકાના ખંભાળિયા ઉપરાંત ભાડથર, ભીંડા, કેનેડી, ભાટીયા, બેહ, ભાણખોખરી તથા ડાલ્ડા બંદર પર પોલીસે જુગારના પાડેલા આઠ દરોડામાં છત્રીસ શખ્સ તીનપત્તી રમતા ઝડપાયા છે અને ચાર નાસી ગયા છે. રૂ.૧ લાખ ઉપરાંતની રોકડ કબજે કરાઈ છે.

ખંભાળિયા શહેરમાં મંગળવારની રાત્રે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા જમન કાનાભાઈ નકુમ, જગદીશ આલાભાઈ સુવા, કિશોર જેઠાભાઈ નકુમ, ભીમશીભાઈ વજસીભાઈ રાવલીયા નામના ચાર શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ.૫૦૨૦ કબજે કર્યા છે.

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામમાં તીનપત્તી રમતા દિલીપ નરોત્તમભાઈ ગોંડલીયા, દેવરખીભાઈ નારણભાઈ કેસરીયા, ભાવેશ નથુરામ ગોંડલીયા, રણમલ ગોવાભાઈ ચાવડા, સામતભાઈ જગાભાઈ જોગલ નામના પાંચ શખ્સ રૂ.૧૨૭૮૦ સાથે પકડાઈ ગયા છે.

ખંભાળિયા તાલુકાના ભીંડા ગામમાં ગંજીપાના કૂટતા બાબુ કરશનભાઈ ચાવડા, રણમલભાઈ અરજણભાઈ ભુંડીયા, ગોવિંદભાઈ રણમલભાઈ ભુંડીયા નામના ત્રણને પોલીસે રૂ.૬૦૨૦ સાથે દબોચી લીધા છે.

કલ્યાણપુરના કેનેડી ગામમાં રોનપોલીસ રમતા પ્રવીણ દેવજીભાઈ નકુમ, અમિત ભીખુભાઈ કણઝારીયા, વીજય ભીમાભાઈ કછેટીયા, દિનેશ નરશીભાઈ ખાણધર, વિપુલ ભીખુભાઈ કણજારીયા, નરશીભાઈ દેવાભાઈ બથવાર, જયેશ સામતભાઈ બથવાર, રોહિત નારણભાઈ બથવાર નામના આઠ શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૨૪૯૦ ઝબ્બે લીધા છે.

કલ્યાણપુરના ભાટીયામાં ગંજીપાનાથી જુગાર રમતા કિશોર કારાભાઈ પરમાર, પુંજાભાઈ રણમલભાઈ નકુમ નામના બે ઝડપાઈ ગયા છે. પોલીસને જોઈને માધાભાઈ દેવજીભાઈ પરમાર, ભાવેશ જમનભાઈ પરમાર, હીરેન સવજીભાઈ, સુરેશ દેવજીભાઈ નામના ચર શખ્સ નાસી ગયા છે. રૂ.૧૧૪૦ પટમાંથી ઝબ્બે લેવાયા છે.

ઓખાના ડાલ્ડા બંદર પર તીનપત્તી રમતા દિનેશ રમેશ વાઘેલા, અજય વજુભાઈ ખારચીયા નામના બે શખ્સ ઝડપાઈ ગયા છે.

ખંભાળિયા તાલુકાના બેહ ગામની સીમમાંથી પાલાભાઈ મંગાભાઈ સીંધીયા, જખુભાઈ ભુરાભાઈ, રાયા હરદાસભાઈ, રામ માલુભાઈ, ધના માલદેભાઈ, દેરાજ ભુરાભાઈ સંધીયા નામના છ રૂ.૬૫૭૦૦ સાથે પકડાઈ ગયા છે.

ખંભાળિયાના ભાણખોખરીમાં તીનપત્તી રમતા કનાભાઈ ખીમાભાઈ ગોજીયા, રમણીક ભાનુશંકર રાજ્યગુરૂ, પરાગ ફૂલશંકર રાજ્યગુરૂ, આનંદ જયંતીભાઈ પડંડયા, નારણભાઈ ગોવિંદભાઈ કનારા, ભરત સામતભાઈ નંદાણીયા નામના છ શખ્સ રૂ.૧૬૪૯૦ સાથે પકડાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh