Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તથા ભાણવડ સહિત
ખંભાળિયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં શારદાયી નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં ભાવિકો તથા પ્રાચીન મંદિરોના પૂજારીઓ, સંચાલકો દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ ગઈ છે.
ખંભાળિયામાં દત્તાણી કુટુંબ લોહાણા જ્ઞાતિના કુળદેવી રૂડી લાખી માતાજીન, ઔદિચ્ય બ્રહ્મસમાજ સ્થાપિત વારાહી માતાજી, લોહાણા મહાજનવાડી જુની પાસે શિકોતેર માતાજી, સતવારા જ્ઞાતિ વાડી પાસે ચામુંડા માતાજી, ખામનાથ પાસે આશાપુરા માતાજી, સંતોષી માતાજી, પુષકરણા બ્રહ્મપુરીમાં બિરાજતા ગાયત્રી માતાજી, ઝીબલિયા મહાદેવ પાસે ગાયત્રી માતાજી, ખંભાળિયા સારસ્વત બ્રહ્મસમાજના સરસ્વતી માતાજી, સામુદ્રી માતાજી, બહુચર માતાજી, હરસિદ્ધિ માતાજી, ખોડિયાર સહિતના મંદિરોમાં રોજ વિશેષ શ્રૃંગાર સાથે સવાર-સાંજ વિશેષ આરતી-પૂજા દર્શનિય રહે છે.
ગ્રામ્ય પંથકમાં કામઈ માતાજી, પીપળિયા, આવળાઈ માતાજી કેશોદ, સૂજરબા માતાજી હરિપર, હર્ષદ માતાજી ગાંધવી, ઘુમલી આશાપુરા તથા સામુદ્રી માતાજી, ભાતેલ આશાપુરા માતાજી વિગેરે મંદિરોમાં પણ રોજ ભાવિકો સવાર-સાંજ પૂજા તથા આરતી તથા વિશેષ શ્રુંગાર દર્શનમાં ઉમટે છે. નવરાત્રિ મહોત્સવમાં ઘટ સ્થાપન, ગરબા સ્થાપન તથા વિશેષ શ્રૃંગાર વસ્ત્રો માટે પણ ભાવિકો ઉમટ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial