Advertisement
Author: નોબત સમાચાર

યુવા ઉત્સવઃ તાલુકા કક્ષાએ ૧૪ સ્પર્ધાઓ તથા જિલ્લા કક્ષાએ ૨૩ સ્પર્ધાઓનું આયોજન

તા. ૧૫ ઓકટોબર સુધીમાં અરજી કરી શકાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૩: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર પ્રેરિત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જામનગર દ્વારા સંચાલિત યુવા ઉત્સવ ૨૦૨૫-૨૬ યોજાનાર છે. આ સ્પર્ધા 'અ' વિભાગ - ૧૫ થી ૨૦ વર્ષ, 'બ' વિભાગ - ૨૦ થી ૨૯ વર્ષ અને ખુલ્લો વિભાગ ૧૫ થી ૨૯ વર્ષ એમ ત્રણ વિભાગમાં યોજાશે.  

યુવા ઉત્સવમાં યોજાનાર સ્પર્ધાઓમાં સાહિત્ય વિભાગમાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પાદપૂર્તિ, ગઝલ-શાયરી કાવ્ય લેખન, દોહા છંદ ચોપાઈ, લોકવાર્તાનો સમાવેશ થાય છે. કલા વિભાગમાં સર્જનાત્મક કારીગરી ચિત્રકલા જયારે સાંસ્કૃતિક વિભાગમાં લગ્નગીત, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, ભજન, સમૂહગીત, એકપાત્રીય અભિનય એમ કુલ ૧૪ સ્પર્ધાઓ તાલુકા કક્ષાએ યોજાનાર છે.

જયારે લોકનૃત્ય, લોકગીત, એકાંકી (હિન્દી/અંગ્રેજી), શાસ્ત્રીય કંઠ્ય સંગીત, કર્ણાટકી સંગીત, સિતાર, વાંસળી, તબલા, વિણા, મૃદંગમ, હાર્મોનિયમ(હળવું), ગીટાર, શાસ્ત્રીય નૃત્યભરત નાટ્યમ, મણિપુરી, ઓડીસી, કથ્થક, કુચીપુડી, શીઘ્ર વકતૃત્વ (હિન્દી/અંગ્રેજી), ભાષણ (ડીકલેમેશન), વાર્તા લેખન (સ્ટોરી રાઈટીંગ), ચિત્રકામ (પોસ્ટર મેકિંગ), કવિતા લેખન (પોએટ્રી રાઈટીંગ) અને નવિનતા (સાયન્સ ફેર પ્રદર્શન) એમ મળી કુલ ૨૩ સ્પર્ધાઓ સીધી જિલ્લાકક્ષાએ યોજાનાર છે. જેમાં ભાગ લેવા માટેની એન્ટ્રીઓ મંગાવવામાં આવે છે.

આ સ્પર્ધા તાલુકા કક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશ કક્ષા અને રાજ્યકક્ષા એમ ચાર તબક્કામાં યોજાનાર છે.આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા કલાકારોએ આ માટેના અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪,રાજપાર્ક જામનગરમાંથી મેળવી આગામી તા.૧૫/૧૦/૨૦૨૫ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જામનગરને મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ. પઠાણની અખબારી યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh