Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાનો વિકાસ 'ખાડા'માં બંધ !
ખંભાળીયા તા. ૪: ખંભાળીયા નગરપાલિકા એ ગ્રેડની બની પણ ન.પા. વિસ્તારમાં બાંધકામની મંજુરીની સત્તા 'ખાડા' પાસે જ છે. ત્રણ-ત્રણ વરસથી બીનખેતીની અરજીઓ પેન્ડીંગ છે. બાંધકામની મંજુરી મળતી નથી. જેથી ખંભાળિયાનો વિકાસ 'ખાડા'માં હોય તેવી સ્થિતિ છે. આવી સ્થિતિ હોવા છતાં ખંભાળિયાના વિકાસના બણંગા ફુંકતા રાજકીય નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ રજુઆત કરતા નથી... અથવા તેમનું કાંઈ ઉપજતું નથી ! ખંભાળિયાના નાના-નાના પ્રશ્નો અંગે માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે નિવેદનોનો મારો ચલાવનારા નિવેદનીયાઓ પણ આ પ્રશ્ને મુંગા થઈ ગયા છે.
ખંભાળિયા ન.પા. સી ગ્રેડમાંથી એ ગ્રેડની બની પણ વડા મથક ખંભાળિયા વિસ્તાર વિકાસ મંડળ (ખાડા)ના 'ખાડા'માં એવું અટવાયુ છે કે વિકાસ થતો નથી !!
એક વર્ષથી બાંધકામ
મંજુરી બંધ !!
ખંભાળિયા શહેર વિસ્તારમાં બાંધકામની મંજુરી ખંભાળિયા નગરપાલિકા નહીં પણ 'ખાડા' ખંભાળિયા વિસ્તાર વિકાસ મંડળ આપે છે પરંતુ એક વર્ષથી બાંધકામની મંજુરી અપાતી નથી કેમ કે ટી.પી. ટાઉન પ્લાનીંગ કંપલીટ થાય પછી અપાશે !! નવાઈની વાત છે કે દ્વારકા જેવા નાના ગામ પાલિકામાં પણ બાંધકામ મંજુરી નગરપાલિકા પાસે છે પણ જિલ્લાના વડા મથક ખંભાળિયામાં બાંધકામ મંજુરી પાલિકા પાસે નહીં ખાડા પાસે છે. !!
આ ખાડા જયારથી બન્યું તેને વર્ષો થઈ ગયા પણ તેનો ટાઉન પ્લાનીંગ નકશો બન્યો જ નથી વર્ષે લાખો કરોડો રૂપિયાની વેરા વસૂલાત કરતી ખાડા સંસ્થામાં ખંભાળિયા શહેર તથા નજીકની ગ્રામ પંચાયતોના વિસ્તારો આવેલા છે તે તમામની બાંધકામ મંજુરી ખંભાળિયા વિસ્તાર વિકાસ મંડળ ખાડા આપે છે !!
ખંભાળિયા વિસ્તાર વિકાસ મંડળની નજીક આવતા હર્ષદપુર, રામનગર, શકિતનગર, ધરમપુર વિસ્તારો તથા હરીપર સહિતના ગામોમાં પણ ત્રણ વર્ષથી બીનખેતીની પ્રક્રિયા પણ બંધ છે. કેમ કે ટાઉન પ્લાનીંગમાં કયાં સુધી વિકાસ કાર્ય આવે તે નકકી થયા પછી બીનખેતીની મંજુરી થાય !!
બાંધકામ મંજુરી બંધ પણ બાંધકામ ચાલુ !!?
ખંભાળિયામાં ગત વર્ષની દિવાળી પહેલાના સમયની બાંધકામ મંજુરી બંધ છે છતાં શહેરમાં અને નજીકના ગ્રામ પંચાયત વિભાગોમાં ઘણાં સમયથી બાંધકામો તો ચાલુ છે તો બીનખેતિમાં પ્લાન મુકી નકશા બનાવીને પ્લોટીંગ પાડીને વેચવાનું પણ ચાલુ હોવાનું કહેવાય છે !! ગુજરાતનું આ અનોખું ગામ હશે કે જયાં એક વર્ષથી બાંધકામ મંજુરી અપાતી જ નથી તો ત્રણ વર્ષથી બીનખેતીની ફાઈલો પડતર છે. !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial