Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશિયલ મીડિયામાં બ્રિટિશ સરકાર પર તડાપીટઃ
લંડન તા. ૬: પાકિસ્તાની મૂળના શબાના મહેમુદ બ્રિટનના ગૃહમંત્રી બનતા હોબાળો થયો છે. પીએમ સ્ટાર્મરે આ નિર્ણય લીધો હોઈ, તેની સામે આક્રોશ વ્યક્ત કરાઈ રહ્યો છે.
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે નાયબ વડાપ્રધાન એન્જેલા રેયનરના રાજીનામા પછી તેમની કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો. રેયનરે એપાર્ટમેન્ટ ખરીદવામાં સ્ટેમ્પ ડ્યુટી ઓછી ચૂકવી હોવાથી રાજીનામું આપ્યું હતું.
આ ફેરફારમાં પાકિસ્તાની મૂળના સાંસદ અને બ્રિટનના સૌથી વરિષ્ઠ મુસ્લિમ મહિલા રાજકારણી શબાના મહેમુદને નવા ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની આ નિમણૂકે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જગાવી છે.
નોંધનિય છે કે, ૪૪ વર્ષિય શબાના મહેમુદનો જન્મ બર્મિંગહામ, બ્રિટનમાં થયો હતો અને તેમના માતા-પિતા મૂળ કાશ્મીરી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલા શબાના એક ભૂતપૂર્વ બેરિસ્ટર છે અને ર૦૧૦ થી બર્મિંગહામના લેડીવૂડથી સાંસદ છે. તેઓ બ્રિટનના સૌથી વરિષ્ઠ મુસ્લિમ મહિલા રાજકારણી છે અને લેબર પાર્ટીમાં એક ભરોસાપાત્ર અને કટ્ટર સમર્થક માનવામાં આવે છે. તેમણે અગાઉ પણ ઘણાં પોર્ટફોલિયો સંભાળીયા છે, પરંતુ ભૂતપૂર્વ લેબર નેતા જેરેમી કાર્બાઈનની ટીમનો તેઓ ભાગ નહોતા.
હવે ગૃહમંત્રી તરીકે તેમને ઈમિગ્રેશન નાની બોટથી થતી ગેરકાયદેસર સરહદ પાર અને શરણાર્થીઓ માટેની હોટલો જેવા સંવેદનશીલ મુદ્દાઓનો સામનો કરવો પડશે. તેમની નિમણૂકે સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયાઓ ઊભી કરી છે. એક્સ પર ઘણાં યુઝર્સે તેને લઘુમતી સમુદાયોના વધતા રાજકીય પ્રભાવ અને એકીકરણનું પ્રતીક ગણાવ્યું, જ્યારે કેટલાક યુઝર્સે તેમની સખત ઈમિગ્રેશન નીતિઓ માટે તેમની નિમણૂક પર ચિંતા વ્યક્ત કરી છે.
રેયનરની જગ્યાએ વિદેશમંત્રી ડેવિડ લામીને નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. હવે લામીનો વિદેશ મંત્રાલયનો હવાલો ગૃહમંત્રી યવેટ કૂપર સંભાળશે. લામી હવે નાયબ વડાપ્રધાન હોવાની સાથે સાથે ન્યાય મંત્રાલય પણ જોશે. સ્ટારર્મરે પર્યાવરણ, વેપાર અને વિજ્ઞાન-ટેકનોલોજી વિભાગોમાં પણ ફેરફાર કર્યા છે અને બે મંત્રીઓને કેબિનેટમાંથી બહાર કરી દીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial