Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા
જામનગર તા. ૨૯ઃ હરિદ્વાર પવિત્ર ગંગાનદીના મહારાજા અગ્રેસર ઘાટ પર શિવભક્તનું બિરૃદ ધરાવતા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જામનગરના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૃભા જાડેજા (હકુભા)ના પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ કારતક માસની ચોથથી કરવામાં આવ્યો છે, જેનો લાભ શ્રોતાઓ મેળવી રહ્યા છે.
ગંગાનદીના સ્વર્ગલોકમાં બિરાજતા ભગવાન શ્રી શંકરની જટામાથી પૃથ્વી ઉપર રાજા ભગીરથજીએ ભક્તિ કરીને ગંગા માતાજીને હિમાલય પર્વત ઉપર ઉતારી છે. આ ગંગાજી ત્યાંથી હરિદ્વારમાં ખડખડ વહે છે. પવિત્ર ગંગા નદીના કિનારે મહારાજ હરિદ્વારમાં પુરાણિક શિવમંદિરથી મહારાજા અગ્રેસર ઘાટ સુધી વાજતે ગાજતે ભવ્ય પોથી યાત્રા નીકળી હતી. આ ભાગવત કથામાં વ્યાસપીઠ ઉપર શાસ્ત્રીજી અશોકભાઈ આચાર્ય કથાનું રસપાન કરાવી રહ્યા છે.
છોટી કાશીનું બિરૃદ ધરાવતા જામનગરના માનવસેવાના ભેખધારી શિવભક્ત અને રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૃભા (હકુભા) અને તેના પરિવારજનો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી હરિદ્વાર ગંગા નદીના કિનારે મહારાજા અગ્રેસર ઘાટ પર શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે.
શિવ મંદિરમાં ભાગવતજીની પૂજા અર્ચના બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે કરાવેલ હતી. શિવમંદિરથી પોથીયાત્રા ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રો ગૂંજી ઊઠ્યા હતાં. કૃષ્ણ ભગવાનની ધૂન સાથે આ પોથીયાત્રા કથાના સ્થળ મહારાજા અગ્રેસર ઘાટે પહોંચી હતી. આ પોથીયાત્રા દરમિયાન હકુભાના પરિવારજનો પણ જોડાયા હતાં. વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રી અશોકભાઈ આચાર્ય અને ભાગવતજી પૂજા અર્ચના કર્યા પછી સંગીતમય શૈલી સાથે કથાનો પ્રારંભ કરાવ્યો હતો. કળયુગમાં જ્ઞાનયજ્ઞ માનવ જીવન માટે ખૂબ પુણ્યકારક ગણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial