Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં પહેલી ઓકટોબરથી થશે પાંચ મોટા ફેરફાર

એલપીજી, રેલવે બુકીંગ, પેન્શન, યુપીઆઈ તથા બેન્કીંગ ક્ષેત્રે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૭: પહેલી ઓકટોબરથી દેશભરમાં ૫ ફેરફાર થશે. જે દરેકના ખિસ્સા પર અસર કરશે.

સપ્ટેમ્બર મહિનો પૂરો થતાં જ ૧ ઓક્ટોબરથી ઘણાં મોટા ફેરફારો લાગુ થવા જઈ રહૃાા છે. આ બદલાવોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને ઘરના બજેટ પર પડશે, જેમાં એલપીજી સિલિન્ડરની કિંમતો અને પેન્શનના નિયમો મુખ્ય છે.

૧ ઓક્ટોબરથી એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થવાની સંભાવના છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવોમાં ફેરફાર કર્યા છે, પરંતુ ૧૪ કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવો (છેલ્લે ૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ બદલાયા) લાંબા સમયથી સ્થિર છે, તેથી આ વખતે ગ્રાહકોને રાહત મળવાની આશા છે. આ ઉપરાંત, એટીએફ અને સીએનજી-પીએનજીની કિંમતો પણ બદલાઈ શકે છે.

૧ ઓક્ટોબર, ૨૦૨૫થી રેલ ટિકિટ બુકિંગમાં ગેરરીતિઓ રોકવા માટે ઇન્ડિયન રેલવે મોટો ફેરફાર લાગુ કરી રહૃાું છે. નવા નિયમ મુજબ, રિઝર્વેશન ખુલ્યા પછીની પહેલી ૧૫ મિનિટમાં માત્ર તે જ લોકો ઓનલાઈન ટિકિટ (આઈઆરસીટીસી વેબસાઇટ/એપ પર) બુક કરાવી શકશે, જેમનું આધાર વેરિફિકેશન થઈ ગયું છે. હાલમાં આ નિયમ તત્કાલ બુકિંગ પર લાગુ છે, જ્યારે કાઉન્ટર પર ટિકિટ લેવાની પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહીં થાય.

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) દ્વારા ૧ ઓક્ટોબર, ૨૦૨૫થી એનપીએસ, એપીવાય અને એનપીએસ લાઇટ સાથે જોડાયેલા પેન્શનર્સ માટે ફીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારી કર્મચારીઓ માટે નવા પીઆરએએન ખોલવાનો ચાર્જ ઈ-પીઆરએએન કિટ માટે ૧૮ અને ફિઝિકલ કાર્ડ માટે ૪૦ કરાયો છે. વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ ૧૦૦ રહેશે.

અટલ પેન્શન યોજના (એપીવાય) અને એનપીએસ લાઇટ સબસ્ક્રાઇબર્સ માટે ફીનું માળખું સરળ બનાવતા, પીઆરએએન ખોલવાનો ચાર્જ અને વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ બંને ઘટાડીને માત્ર ૧૫ કરાયો છે, જ્યારે ટ્રાન્ઝેક્શન ચાર્જ શૂન્ય રહેશે.

ઓક્ટોબર મહિનાથી યુપીઆઈ યુઝર્સને અસર કરે તેવો એક મોટો ફેરફાર આવી રહૃાો છે. રિપોર્ટ્સ અનુસાર, ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ (એનપીસીઆઈ) યુઝર્સની સુરક્ષા વધારવા અને નાણાકીય છેતરપિંડી રોકવાના ભાગરૂપે ૧ ઓક્ટોબર, ૨૦૨૫થી યુપીઆઈ એપ્સમાંથી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પીયર ટુ પીયર (પીટુપી) ટ્રાન્ઝેક્શનની સુવિધાને દૂર કરી શકે છે. આ નિર્ણયની અસર ફોન-પે, ગુગ-પે અને પેટીએમના યુઝર્સ પર પડશે.

આ મહિનામાં મહાત્મા ગાંધી જયંતિ, દશેરા, લક્ષ્મી પૂજા, દિવાળી, ભાઈબીજ અને છઠ્ઠ પૂજા સહિત કુલ ૨૧ રજાઓ આવી રહી છે. આમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની સાપ્તાહિક રજાઓ પણ સામેલ છે. જોકે, આ બેન્ક રજાઓ અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં અલગ-અલગ હોઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh