Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તબકકાવાર દૈનિક જળ વિતરણનો પ્રારંભઃ માર્ચ સુધીમાં સંપૂર્ણ અમલ

દશેરાના દિવસે જ ઘોડુ દોડયુ... નગરજનોમાં આનંદો !

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરમાં આજે વિજયાદશમીથી દૈનિક પાણી વિતરણનો ક્રમશઃ પ્રારંભ કરાયો છે, અને આગામી માર્ચ મહિના સુધીમાં સમગ્ર નગરને આવરી લેવાશે. તેમ મેયર જણાવ્યું છે.

જામનગર શહેરમાં દાયકા ઓથી એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે આજ ગુરૂવાર અને વિજયાદશમીથી શહેરમાં દૈનિક પાણી વિતરણ કરવા માટે ક્રમશઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. ચાલુ માસના અંત સુધીમાં પોણા ભાગના શહેરને દૈનિક પાણી વિતરણ માટે આવરી લેવામાં આવશે. તેમ મેયર વિનોદ ખીમસૂર્યા એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

જામનગરમાં વર્તમાન સમયમાં વર્ષોથી એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે. જે માટે આશરે ૧૪૫ થી ૧૫૦ એમએલડી પાણીના જથ્થાની જરૂરિયાત રહે છે. હવે બીજી ઓક્ટોબર - ગાંધી જયંતી અને વિજ્યાદશમીના  દિવસથી દૈનિક પાણી વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ રણજીત નગર અને સોલેરીયમ ઝોનમાં દૈનિક ૨૫ મિનિટ પાણી વિતરણ કરવામાં આવશે. અને ચાલુ માસના અંત સુધીમાં બેડી, નવાગામ, પવનચક્કી, મહાપ્રભુજી બેઠક, શંકર ટેકરી, ગુલાબનગર અને જામનું ડેરું/પાબારી ઝોનમાં દૈનિક ધોરણે પાણી વિતરણ શરૂ કરવામાં આવશે. એટલે કે મસાંતે પોણા જામનગર શહેરમાં દૈનિક ધોરણે પાણી વિતરણ શરૂ થઈ જશે.

જ્યારે જ્ઞાનગંગા, ગોકુલ નગર, સમર્પણ અને રવિપાર્ક ઝોનમાં પાઇપલાઇનનું કામ ચાલુ હોય જે કામ પૂર્ણ થયા  પછી આ ઝોનમાં પણ દૈનિક પાણી વિતરણ શરૂ થઈ જશે.

જ્યારે આ ઉપરાંત નાધેડીમાં પાણીના સંપનું કામ ચાલુ હોય જે આગામી માર્ચ સુધીમાં પૂર્ણ થશે. ત્યારબાદ સંપૂર્ણ જામનગર શહેરમાં દૈનિક ધોરણે પાણી વિતરણ હશે.

આ પત્રકાર પરિષદમાં મેયર વિનોદ ખીમસુરીયા દ્વારા દૈનિક પાણી વિતરણની જાહેરાત સમયે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષ જોષી તેમજ વોટર વર્કસ શાખાના  કાર્યપાલક ઇજનેર નરેશ પટેલ અને ઇજનેર ચારણીયા વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh