Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પડી જતાં બેશુદ્ધ બની ગયા હતાઃ
જામનગર તા. ૨૯: જામજોધપુરના કલ્યાણપર ગામના એક યુવાન આંચકી આવતા પોતાના ઘરમાં પડી ગયા હતા. માથામાં ઈજા પામેલા આ યુવાનનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ નિપજ્યું છે.
જામજોધપુર તાલુકાના કલ્યાણપર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ મેઘાભાઈ પરમાર નામના ૩૬ વર્ષના યુવાન કેટલાક વખતથી ફિટ-આંચકી આવી જવાની બીમારીથી પીડાતા હતા.
તે દરમિયાન શુક્રવારે સવારે આ યુવાન પોતાના ઘરે હતા ત્યારે અચાનક ફીટ આવી જતા ગબડી પડયા હતા. માથામાં ગંભીર ઈજા પામેલા મહેન્દ્રભાઈને સારવાર માટે બેશુદ્ધ હાલતમાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ યુવાનનું સારવાર દરમિયાન શનિવારે બપોરે મૃત્યુ નીપજયું છે. પોલીસે મૃતકના માતા જેઠીબેન મેઘાભાઈ પરમારનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial