Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા મંગળવારે સાંજે સર્જાયો અકસ્માતઃ
જામનગર તા. ૧૭: જામનગર નજીકના બેડી પાસે આવેલા માધાપર ભુંગાની ચોકડી પાસે ગયા મંગળવારે એક બાઈકને મોટરે ઠોકર મારતા બે વ્યક્તિ ઘવાયા છે.
જામનગર નજીકના બેડી વિસ્તારમાં આવેલી દીવેલીયા ચાલીમાં રહેતા સલીમભાઈ રસુલભાઈ મોવર નામના યુવાન ગયા મંગળવારે સાંજે બેડી પાસે આવેલા માધાપર ભુંગાની ચોકડી નજીકથી મોટરસાયકલ પર જતા હતા ત્યારે તેઓને જીજે-૧૦-ડીએન ૭૦૨૦ નંબરની મોટરના ચાલકે ઠોકર મારી હતી. મોટરસાયકલ પરથી ફંગોળાઈ ગયેલા સલીમભાઈને ગંભીર ઈજા થઈ છે. સાથે રહેલા વ્યક્તિ પણ ઘવાયા છે. બેડી મરીન પોલીસ સ્ટેશનમાં સલીમભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial