Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોરકંડા પાટીયા પાસે અકસ્માતમાં ત્રણને ઈજાઃ
જામનગર તા. ૨૮: જામનગર-ખંભાળિયા રોડ પર ઝાખર પાટીયા પાસે રવિવારે સવારે એક બાઈકને મોટરે ઠોકર મારતા નાના લખીયાના યુવાન તથા તરૂણ ઘવાયા છે. સપ્તાહ પૂર્વે મોરકંડા પાટીયા પાસે એક મોટરે સર્જેલા અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ત્રણને ઈજા થઈ છે.
લાલપુર તાલુકાના નાના લખીયા ગામમાં રહેતા ગોપાલભાઈ વિનેશપરી ગોસ્વામી નામના યુવાન તથા લક્ષરાજસિંહ શક્તિસિંહ જાડેજા નામના તરૂણ રવિવારે સવારે સાડા દસેક વાગ્યે જીજે-૧૦-સીએ ૯૯૧૦ નંબરના મોટરસાયકલમાં ઝાખર ગામના પાટીયા પાસેથી જતા હતા.
આ વેળાએ પાછળથી પુરપાટ ઝડપે ધસી આવી જીજે-૩-કેપી ૬૮૧૦ નંબરની એક્સયુવી મોટરે ઠોકર મારતા ગોપાલભાઈ તથા લક્ષરાજસિંહ બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા. જેમાં ગોપાલભાઈની પાંસળી ભાંગી ગઈ છે અને તરૂણને માથામાં ગંભીર ઈજા થઈ છે. મેઘપર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના નવાનાગના ગામના રાજેશભાઈ ગોરધનભાઈ રાઠોડ, તેમના મિત્ર હસમુખભાઈ નરશીભાઈ અને જય રાજેશભાઈ રાઠોડ નામનો તરૂણ ગઈ તા.૧૮ની સવારે લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ તરફ જીજે-૧૦-ડીક્યુ ૬૪૧૦ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે મોરકંડા પાટીયા પાસે જીજે-૨૫-એ ૨૧૩૭ નંબરની પાછળથી દોડી આવેલી મોટરે ટક્કર મારતા રાજેશભાઈ, તેમનો પુત્ર જય તથા હસમુખભાઈ રોડ પર પડી ગયા હતા. જેમાં રાજેશભાઈને ખભ્ભામાં ફ્રેક્ચર થઈ ગયું છે, બાકીના બે વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે. અકસ્માત સર્જી નાસી ગયેલા મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial