Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટચૂકડા લાંબા ગામમાં પ્રસરી હતી કરૂણાંતિકાઃ
ખંભાળિયા તા. ૮: કલ્યાણપુરના લાંબા ગામમાં કેન્સરથી પીડાતા એક યુવાને સોમવારે પોતાના પુત્ર-પુત્રીને ઝેરી દવા પીવડાવ્યા પછી પોતે પણ ઝેરી દવા પી જિંદગીનો અંત આણી લેતા કરૂણાંતિકા સર્જાઈ ગઈ છે. પોલીસે આ બનાવની જુદી જુદી દિશાઓથી તપાસ આરંભી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં ગઈકાલે ચેતરીયા પરિવારના મોભી મેરામણભાઈએ પોતાને વળગેલી કેન્સરની બીમારીથી ચિંતા અનુભવી પોતાના પુત્ર તથા પુત્રીનું શું થશે તેમ વિચારી અજુગતુ પગલું ભરી લીધુ હતું. આ યુવાને પોતાના ત્રણ વર્ષના પુત્ર માધવ તથા પાંચ વર્ષની પુત્રી ખુશીને ઝેરી દવા પીવડાવ્યા પછી પોતે પણ ઝેરી દવા ગટગટાવી મોતની સોડ તાણી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે.
સોમવારે સાંજે ઉપરોક્ત બનાવ પ્રકાશમાં આવતા કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ટી.સી. પટેલે મૃતકના સંબંધી પબાભાઈ સામતભાઈ ચેતરીયાનું નિવેદન નોંધ્યું છે અને તપાસ શરૂ કરી છે. જેમાં ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ આગળ ધપી રહી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ મેરામણભાઈને પાંચેક વર્ષ પહેલાં મ્હોંનું કેન્સર થયાનું તબીબોએ જણાવ્યા પછી સારવાર આપવામાં આવતી હતી. કેન્સરના અંતિમ સ્ટેજ તરફ આગળ વધી રહેલા મેરામણભાઈ તેની ચિંતા કરતા રહેતા હતા. સામાન્ય રીતે પાન-મસાલો ખાવાની આદતથી મ્હોંમાં કેન્સર થતું હોય છે ત્યારે આ કરૂણ બનાવે લાંબા ગામમાં શોક પ્રસરાવ્યો છે. ગઈકાલે ત્રણેય હતભાગીઓની અંતિમયાત્રા નીકળી ત્યારે કરૂણ દૃશ્યો સર્જાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial