Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અહો...આશ્ચર્યમ્....
ખંભાળીયા તા. ૧૯: ખંભાળીયા શહેર તેના નબળા રસ્તાઓ માટે ખૂબ જાણીતું છે તથા કટાક્ષમાં કહેવાય છે કે, આ એ રસ્તો છે, જે વારંવાર 'નવો' બને છે...!!
આવી જ સ્થિતિ ખંભાળીયાના સ્ટેશન રોડની તથા જુની પોસ્ટ ઓફિસ રોડની છે. વર્ષે બે વર્ષે ખરાબ થઈ જ ગયો હોય, જેથી પાલિકા દ્વારા અગાઉના સમયની બોડીમાં ત્રણ વર્ષ ફરજીયાત ગેરંટી પીરીયડ સાથે કામ કરવાનું નક્કી કર્યુ હોય, તાજેતરમાં સ્ટેશન રોડ પર નગર ગેઈટથી અશોક મેડિકલ થઈ સ્ટેશન તરફ જતા રસ્તા પર સાંજે ખાડા હતા અને સવારે નવો નકોર રોડ થઈ જતા નાગરિકો આશ્ચર્યમાં પડી ગયા હતાં. પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમુરે કોન્ટ્રાક્ટર પાસેથી ગેરંટી પીરીયડમાં રોડ ખરાબ થઈ જતા તેના ખર્ચે કામ કરાવેલું હતું અથવા રોડ પણ રોડ પણ ખરાબ થતા આવું કામ કરાવાયું હતું. ત્યારે રાત્રે ખરાબ દિવસે નવો આ કટકો થતા ખંભાળીયાના શહેરીજનોને પોસ્ટ ઓફિસ રોડ (જુની) જોધપુર ગેઈટ તથા બસ સ્ટેશન રોડ નવો આમ જ બની જાયના સપના આવે છે...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial