Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમઃ
ખંભાળીયા તા. ૧૩: ચૂંટણીપંચ દ્વારા તા. ૦૧-૦૧-૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારાયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. જે તા. ૦૭-૦૨-૨૬ સુધી ચાલશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા (એસ.આઈ.આર.) કાર્યક્રમ અંતર્ગત તા. ૦૪-૧૧-૨૫ થી તા. ૦૪-૧૨-૨૫ સુધીના સમયગાળાને ગણતરીના તબક્કા તરીકે નક્કી કરવામાં આવ્યો છે.
જે અન્વયે લોકોને સરળતા રહે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮૧ ખંભાળીયા વિધાનસભા મતવિસ્તારમાં આગામી તા. ૧૫-૧૧-૨૦૨૫, ૧૬-૧૧-૨૦૨૫, તથા તા. ૨૨-૧૧-૨૦૨૫, ૨૩-૧૧-૨૦૨૫ના સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી સંબંધિત ભાગના બુથ લેવલ ઓફિસર તેમના મતદાન મથક ખાતે હાજર રહેશે. આ વિશેષ કેમ્પમાં બાકી રહેલા મતદારો આ સમય દરમ્યાન બી. એલ. ઓ. ની મદદથી મેપીંગ/લીંકીંગ કરાવી શકશે. જે મતદારોને ફોર્મ ભરવા માટે મદદની જરૂર હોય, તેઓને પણ બી.એલ.ઓ. મદદરૂપ થશે. તેમજ વધુ માહિતી માટે ટોલફ્રી નંબર. ૧૯૫૦ પર સંપર્ક કરી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial