Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અલગ-અલગ પોઈન્ટ પર ફાયરબ્રિગેડના ૧૨૦ જવાનો તૈનાતઃ
જામનગર તા. ૨૦: જામનગર શહેરમાં દિવાળીના તહેવારને લઈને જામનગર મહાનગરપાલિકાનું ફાયર તંત્ર સુસજ્જ બન્યું છે. શહેરના મુખ્ય ત્રણ ફાયર સ્ટેશન ઉપરાંત દરબારગઢ, ગ્રીન સિટી અને ડી.કે.વી. સર્કલ પાસે હંગામી ફાયર પોઇન્ટ ઊભા કરાયા છે.
જામનગર શહેરમાં નગરજનો દિવાળીના તહેવારને લઈને આતશબાજી કરે, અને તે ફટાકડાના ના કારણે આગજની ની કોઈ ઘટના બને, તો વહેલી તકે પહોંચી વળવા માટે જામનગર મહાનગરપાલિકાનું ફાયર તંત્ર સંપૂર્ણ પણે સુસજ્જ બન્યું છે, અને મુખ્ય ત્રણ ફાયર સ્ટેશન ઉપરાંત અન્ય ત્રણ સ્થળો પર હંગામી ફાયર પોઇન્ટ બનાવીને ૧૨૦ થી વધુ ફાયરના જવાનોને રાઉન્ડ ધ ક્લોક ખડે પગે મૂકી દેવાયા છે. ગઈકાલે પણ ફાયર વિભાગે બંદોબસ્ત જાળવ્યો હતો, આજે પણ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈની રાહબરી હેઠળ કુલ ૧૨૦ થી વધુ ફાયર ના જવાનો કે જે તમામને અલગ અલગ પોઇન્ટ પર ફરજ માટે મૂકી દેવાયા છે, અને ફાયર ના તમામ જવાનોની રજા કેન્સલ કરીને રાઉન્ડ ધ કલોક ડ્યુટી ફાળવી દેવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા સ્થિત મુખ્ય ફાયર સ્ટેશન, બેડી ફાયર સ્ટેશન અને જનતા ફાટક પાસેના ફાયર સ્ટેશન ઉપરાંત દરબારગઢ સર્કલ, ડીકેવી સર્કલ અને ગ્રીનસિટી વિસ્તારમાં હંગામી ફાયરના પોઇન્ટ બનાવાયા છે, અને તમામ સ્થળો પર ફાયર ફાઈટર મૂકી દેવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાના ૧૫ ફાયર ફાઈટર સહિતના વાહનો ઉપરાંત એક નેવી અને એક એરફોર્સ ના પણ ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી છે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ફટાકડાના કારણે કોઈપણ સ્થળે આગજનીની ઘટના બને તો તેને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે ફાયરશાખાનું તંત્ર સુસજ્જ છે. ગઈકાલે રાત્રે ફટાકડાના કારણે જામનગર શહેરમાં ત્રણ સ્થળે આગના છમકલાં થયા હતાં.
જો કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે પણ ફાયર શાખાનો બંદોબસ્ત જાળવ્યો હતો, ત્યારે ફટાકડાના કારણે સામાન્ય આગની ત્રણ ઘટના સામે આવી હતી. તે પૈકી પટેલ કોલોની શેરી નંબર આઠમાં ફટાકડાના કારણે કચરો સળગ્યો હોવાથી ફાયર તંત્ર એ દોડી જઈ આગ બુજાવી હતી.
તદ્પરાંત વાલકેશ્વરી નગરી વિસ્તારમાં અને દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮ માં સળગતો ફટાકડો પડવાના કારણે કચરામાં આગ લાગી હતી, ત્યાં પણ ફાયરની ટીમે સમયસર પહોંચી જઈ આગને કાબુમાં લઈ લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial