Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પિતરાઈને થઈ ઈજાઃ
જામનગર તા. ૪: ધ્રોલ નજીક એક બંધ પડેલી રિક્ષાને દોરડાથી બાંધીને જતા છકડાએ અચાનક વળાંક લઈ લેતા પાછળ આવતું ડબલસવારી બાઈક દોરડામાં ફસાયું હતું. આ અકસ્માતમાં રાજકોટના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે અને તેના પિતરાઈને ઈજા થઈ છે. જામનગરમાં બંને પિતરાઈ કબૂતરની ઝાળીના કામ માટે આવતા હતા ત્યારે માર્ગમાં કાળનો ભેટો થયો હતો.
રાજકોટના વિજય નગરની શેરી નં.પમાં રહેતા ધવલભાઈ અજીતભાઈ ચાવડા તથા તેમના પિતરાઈ ઉદયભાઈ ચાવડા ગઈકાલે સવારે જીજે-૩-ડીએ ૯૧૩૨ નંબરના બાઈક પર રાજકોટથી જામનગર આવવા માટે નીકળ્યા હતા. આ બંને પિતરાઈઓ જામનગરમાં એક સ્થળે કબૂતર માટેની ઝાળીનું કામ કરવા રવાના થયા હતા.
તેઓનું બાઈક જ્યારે બપોરે બેએક વાગ્યે ધ્રોલ નજીક હીરાના કારખાનાથી આગળ પેટ્રોલપંપ પાસે પહોંચ્યું ત્યારે જીજે-૧૦-ટીઝેડ ૩૬૬૦ નંબરના દોડી જતા એક છકડા રિક્ષાના ચાલકે અચાનક વળાંક વાળ્યો હતો. આ રિક્ષાની પાછળ બીજી બંધ પડેલી રિક્ષા દોરડાથી બાંધવામાં આવી હતી. ૩૬૬૦ નંબરના છકડાના વળાંકથી બંને રિક્ષા વચ્ચે બાંધેલા દોરડામાં ૯૧૩૨ નંબરનું બાઈક આવી જતાં અકસ્માત સર્જાયો હતો.
આ બાઈકમાં પાછળ બેસેલા ઉદયભાઈ ચાવડા બાઈક પરથી ઉથલી પડ્યા હતા. માથામાં પાછળના ભાગે ગંભીર ઈજા પામેલા ઉદયભાઈ તથા ધવલભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઉદયભાઈનંુ મૃત્યુ નિપજ્યું છે. ધ્રોલ પોલીસ મથકમાં ધવલભાઈએ ૩૬૬૦ નંબરના છકડાના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial