Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોનના હપ્તા ભરવાના પ્રશ્ને સુરજકરાડીમાં બબાલઃ
જામનગર તા. ૧૬: જામનગરના નવા હુડકોમાં એક મહિલાએ પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખી પાડોશમાં રહેતા એક મહિલા સહિત બેએ ધમકી આપવા ઉપરાંત મહિલાએ લાકડીથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. સુરજકરાડીના યુવાને અન્યના નામે લીધેલી લોનના પૈસા આપ્યા હોવા છતાં લોનના બાકી હપ્તા ન ભરાતા કહેવામાં આવ્યું હતું. તેથી ભાઈ-બહેને આ યુવાનને ધમકી આપી હતી.
જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા નવા હુડકોના બ્લોક નં.૧૧માં રહેતા છાયાબેન ભગવાનજી પીઠીયા નામના મહિલાએ તેમના પાડોશમાં રહેતા અર્જુનસિંહ ચુડાસમા તથા ધ્રુવાબા ચુડાસમા સામે લાકડીથી હુમલો કરી માર મારવા ઉપરાંત પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
અગાઉ અર્જુનસિંહ તથા ધ્રુવાબાને બોલાચાલી થઈ હતી. તે બાબતની અરજી છાયાબેને પોલીસમાં ભરતભાઈ ગોસ્વામી વિરૂદ્ધ કરી હતી. તેનો ખાર રાખી બંને વ્યક્તિએ ઝઘડો કર્યા પછી ધ્રુવાબાએ ગઈ તા.૧૦ની સાંજે હુમલો કર્યાે હતો. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ઓખામંડળના સુરજકરાડીમાં રહેતા ઈમરાન ઈશાક થૈયમ નામના યુવાને થોડા સમય પહેલાં આરંભડાના ઈન્દિરાનગરમાં રહેતા રેશ્માબેન મંગાભાઈ બોલીમના નામથી ખાનગી બેંકમાંથી લોન મેળવી હતી. તેના દર મહિને હપ્તા ભરવા ઉપરાંત લોન પૂરી કરવા ઈમરાને રૂ.૫૦ હજાર આપ્યા હોવા છતાં રેશ્માબેને તે રકમ બેંકમાં જમા કરાવી ન હતી તેથી ઈમરાનના પત્નીએ લોનના હપ્તા ભરી દેવાનું કહેતા રેશ્માબેન, સીદીક મંગાભાઈ બોલીમ, ભારાભા રણધીરભા સુમણીયાએ ફોન પર તથા ઘરે જઈ ઝઘડો કરી ગાળો ભાંડી હતી અને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ બંને વ્યક્તિનું ભારાભાએ ઉપરાણું લીધુ હતું. મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial