Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિસાન કોંગ્રેસના પ્રમુખની માંગણીઃ
ખંભાળીયા તા. ૮: ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાન સંદર્ભમાં ખેડૂતોને સહાય માટે રાહત પેકેજની જાહેરાત કરી છે તે અન્વયે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ અને દેવભૂમિ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાએ ઉગ્ર રોષ સાથે એક નિવેદનમાં જણાવ્યું છે કે સરકારે ઉદ્યોગોને ૬૯ લાખ કરોડનો ફાયદો કરાવી આપ્યો છે, તો હવે ખેડૂતોના ૯૬ હજાર કરોડના દેવા માફ કરવાની જાહેરાત કરવી જોઈએ. પાલભાઈ આંબલીયાએ જણાવેલ કે સોશિયલ મીડિયામાં ભાજપના મિત્રો ૧૦ હજાર કરોડની સહાયની જાહેરાતથી ઉછળે છે ત્યારે હું કહું છું કે ઐતિહાસિક તો સૌથી નીચા પાકના ભાવ, સૌથી વધુ દવા બિયારણ, ખાતરના ભાવ, મજુરીના ઉંચા ભાવ ૧૧ વર્ષમાં સાત વખત અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિથી ઐતિહાસિક નુકસાન તો જુઓ! પ્રધાનમંત્રી પાક વીમા યોજના આખા ભારતમાં પણ ગુજરાતમાં નહીં!! સરકારે ઉદ્યોગોને ૨૫ લાખ કરોડના લાભ દેવા માફ કરીને કર્યા અને કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકા હતો તે ઘટાડીને ૨૨ ટકા કરતા વર્ષે ૪ કરોડનો ટેક્સ ઘટ્યો ૧૧ વર્ષના ૪૪ કરોડ ગણાતા કુલ ૬૯ લાખ કરોડના ઉદ્યોગોને ફાયદો આ સરકારે કર્યો છે. ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી માટે રૂ. ૯૬ હજાર કરોડ જ થતા હોય તાકીદે દેવા માફ કરવા માંગણી કરાઈ છે. કોંગ્રેસે નવું સૂત્ર પણ વહેતું મૂક્યું છે દેવું માફ નહીં તો 'ભાજપ' સાફ!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial