Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ૧૧: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓના અપગ્રેડેશન અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના હેતુથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર-અમદાવાદ રેલવે સેક્શન પર પ્રિકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે જરૂરી કામગીરી કરવાનું પ્રસ્તાવિત છે. આ કામગીરી માટે તા. ૧૩ એપ્રિલ ર૦ર૬ ના ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ ટ્રાફિક બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન સાથે સંબંધિત નીચે મુજબની ટ્રેનો પ્રભાવિત રહેશે.
જેમાં ટ્રેન નંબર રર૯પ૯ વડોદરા-જામનગર ઈન્ટરસિટીઃ તા. ૧ર-૪-ર૦ર૬ ના રદ રહેશે અને ટ્રેન નંબર રર૯૬૦ જામનગર-વડોદરા ઈન્ટરસિટીઃ તા. ૧૩-૪-ર૦ર૬ ના રદ રહેશે. માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનોમાં ટ્રેન નંબર ૧ર૪૭૮ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-જામનગર એક્સપ્રેસ તા. ૧૩-૪-ર૦ર૬ ના વડોદરા ડિવિઝનમાં ૧ કલાક ૪પ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial