Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે સેફ્ટી કમિશનર ડબલિંગનું નિરીક્ષણ કરશે
જામનગર તા. ૨૫ પશ્ચિમ રેલવે દ્વારા રેલ સુરક્ષા અને સંચાલન ક્ષમતાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્ત્વનું પગલું ભરતા, રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત જામનગર-લાખાબાવળ (૧૦ કિમી) સેક્શન વચ્ચે નવનિર્મિત અપ મેઈન લાઈન અને ડાઉન મેઈન લાઈનનું સુરક્ષા નિરીક્ષણ ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રેલ સેફ્ટી કમિશનર દ્વારા કરવામાં આવશે.
નિરીક્ષણ દરમિયાન નવી રેલ લાઈનોની સુરક્ષા, સ્થિરતા અને ટેકનિકલ માપદંડોની ચકાસણી કરવા માટે બંને અપ અને ડાઉન લાઈનો પર ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ લેવામાં આવશે. નવી લાઈન પર સુરક્ષિત અને ઝડપી ટ્રેન સંચાલન સુનિશ્ચિત કરવા માટે આ પરીક્ષણ એક મહત્ત્વપૂર્ણ તબક્કો છે.
રેલવે પ્રશાસને તમામ સંબંધિતો અને સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે ટ્રાયલ રન દરમિયાન રેલવે ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવી રાખે અને ટ્રેકની આસપાસ કોઈપણ પ્રકારની અવરજવર ટાળે. આ સમય દરમિયાન રેલવે ટ્રેક ઓળંગવો અથવા તેની નજીક જવું અત્યંત જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે.
સુરક્ષા નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, આ સેક્શનમાં બંને લાઈનો પર ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નિયમિત રેલ સેવાઓ શરૂ થવાની શક્યતા છે. જેનાથી રેલ સંચાલન વધુ સરળ, સુરક્ષિત અને અસરકારક બનશે અને મુસાફરોને બહેતર મુસાફરીનો અનુભવ પ્રાપ્ત થશે.
રેલવે પ્રશાસને જાહેર જનતાને સુરક્ષા નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત રેલ સંચાલનમાં સહયોગ આપવા અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial