Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર તાલુકાના નારિયેરાનેશના આંગણે આવતીકાલથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

સંતો-મહંતો અને રાજકીય માંધાતાઓની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

જામજોધપુર તા. ર૩: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલા નારિયેરાનેશમાં ચારણ જગદંબા આઈશ્રી વાલબાઈ માતાજીના પાવન ધામમાં સર્વ સેવકગણના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આવતીકાલ તા. ર૪ માર્ચથી કથામૃતની સરવાણી વહેશે.

આ મંગલકારી ભાગવત કથાના તપોમય વ્યાસાસન પર પ્રખર યુવા આચાર્ય શાસ્ત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રસાદ (રસરાજ) બીરાજશે. તેઓ પોતાન આગવી અને સુમધૂર સંગીતમય શૈલીમાં શ્રોતાઓને ભાગવતજીના ગૂઢ રહસ્યો અને ભગવાનની લીલાઓનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૧ અને બપોરે ૩-૩૦ થી ૬ સુધી રાખવામાં આવ્યો છે.

ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં કથાના વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે, જેમાં ર૪ માર્ચના પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ થશે. ર૬ માર્ચે નૃહસિંહ પ્રાગટ્ય, ર૭ માર્ચે શ્રી રામ પ્રાગટ્ય અને સાંજે શ્રીકૃષ્ણ જન્મોત્સવ (નંદ મહોત્સવ) ઉજવાશે. ર૯ માર્ચે શ્રી રૂક્ષ્મણી વિવાહ અને ૩૦ માર્ચના સુદામા ચરિત્ર સાથે કથાનું વિરામ થશે.

આ મહોત્સવમાં અનેક દિવ્ય વિભૂતિઓ પધારીને આશીર્વચન પાઠવશે. ગાયત્રી આશ્રમ-ગધેથડના પૂ. લાલદાસ બાપુએ આ પ્રસંગે વિશેષ આશીર્વાદ આપતા જણાવ્યું છે કે, આઈશ્રી વાલબાઈ માતાજીના સાનિધ્યમાં થઈ રહેલું આ કાર્ય અનેક જીવાત્માઓના મોક્ષનું કારણ બનશે. આ ઉપરાંત સોનલધામ-મઢડાથી કંચન માઁ સહિતના શક્તિસ્વરૂપો પધારીને ભક્તોને દર્શનનો લાભ આપશે. સાથે જ જેન્તિરામ બાપા (ધુનડા), દિગંબર જિનોદગીરી બાપુ (સતાપર), રવિ ભારતી બાપુ (નારિયેરા નેશ) અને અન્ય અનેક સંતો-મહંતો તેમજ ભૂવા આતાશ્રીઓ આ પ્રસંગની શોભા વધારશે.

કથા શ્રવણની સાથે સાથે રાત્રિના સમયે લોકસાહિત્ય અને ભક્તિ સંગીતની મહેફીલ જામશે, જેમાં ભૂપત આતા, આલયબેન ગઢવી, ભીમાભાઈ ગઢવી, વેજલબેન ગઢવી, કે.ડી. ગઢવી અને જય ઓડેદરા પોતાની કલા પીરસશે. ર૭ માર્ચે સતાપરની જગવિખ્યા ભવ્ય કાનગોપીનો ઉત્સવ યોજાશે, જ્યારે ર૯ માર્ચે લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને દેવરાજ ગઢવી સહિતના કલાકારો દ્વારા ભવ્ય ડાયરો યોજાશે.

આ ધાર્મિક મહોત્સમાં ગુજરાતના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી રાઘજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, હેમંતભાઈ ખવા સહિતના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આયોજકો દ્વારા કથા શ્રવણ માટે આવતા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh