Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાણ-ખનિજ વિભાગે આઠ વાહનો સહિત બે કરોડનો મુદ્દામાલ સિઝ કર્યોઃ
જામનગર તા. ૧૬: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા બેરાજા ગામમાં ખાણ-ખનિજ વિભાગની ટીમેે દરોડો પાડી ગેરકાયદે ખનિજ કાઢવાની ત્રણ ખાણ પકડી પાડી છે, અને બનાવના સ્થળેથી ત્રણ ડમ્પર,બે ટ્રેક્ટર અને એસ્કેવેટર મશીન વગેરે ૮ વાહનો સહિત રૂપિયા બે કરોડથી વધુનો મુદ્દામાલ સિઝ કર્યો છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા બેરાજા ગામે બ્લેક ટ્રીપ ખનિજની ગેરકાયદેસર ખાણો ચાલતી હોવાની ભૂસ્તર શાસ્ત્રી કેયુર રાજપુરાને ફરિયાદ મળતા તેમણે ટીમ બનાવી ત્રણ અલગ અલગ સ્થળો પર બ્લેક ટ્રીપ ખનિજનું ગેરકાયદેસર ચાલતું ખોદકામ પકડી પાડી એક એસ્કેવેટર મશીન, તેમજ મહાવીરસિંહ કાળુભા સોઢાનું ડમ્પર જીજે-૧ર-એએક્સ-૬૮૧૩, જનકસિંહ કલુભા પરમારનું ડમ્પર તેમજ એ.એમ. જેઠવાનું એસ્કેવેટર મશીન કબજે કર્યું છે.
આ ઉપરાંત ભરતસિંહ નટુભા જાડેજાનું ડમ્પર પ્રિયજીતસિંહ ચુડાસમાનું ટ્રેક્ટર, આલાભાઈ બાવાભાઈ સોલંકીનું ટ્રેક્ટર વિગેરે જપ્ત કરી કુલ રૂપિયા બે કરોડનો મુદ્દામાલ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ તપાસ ટીમમાં નૈતિકભાઈ, આનંદભાઈ, રમેશભાઈ, ભાવેશભાઈ, નીખિલભાઈ અને રજનીકાંતભાઈ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial