Advertisement
Author: નોબત સમાચાર

મોટા થાવરીયા પાસે બાઈકને બચાવવા જતાં સ્કોર્પિયોનું ગોથંુ: ચાલકને પહોંચી સામાન્ય ઈજા

મોટી ખાવડી પાસે એક મોટર પાછળ બીજી મોટર ટકરાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર-કાલાવડ માર્ગ પર મોટા થાવરીયા ગામ પાસે રવિવારે સાંજે પુરપાટ જતા એક બાઈકને બચાવવા જવાના પ્રયાસમાં સ્કોર્પિયો ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં સ્કોર્પિયોના ચાલકને ઈજા થઈ છે. જ્યારે ગઈકાલે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી ગામ પાસે એક મોટરની પાછળ બીજી મોટર ટકરાઈ પડતા અકસ્માત સર્જાયો હતો.

જામનગર નજીકના બેડી વિસ્તાર પાસે આવેલા આઈએનએસ વાલસુરામાં રહેતા પૂનમચંદ નોપારામ ઝાખડ નામના કર્મચારી રવિવારે સાંજે જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મોટા થાવરીયા ગામ પાસેથી જીજે-રપ-બીએ ૨૪૧૪ નંબરની સ્કોર્પિયોમાં પરત આવતા હતા ત્યારે એમપી-૧૧ પાસીંગની એક મોટરસાયકલના ચાલકે ફુલસ્પીડમાં ડ્રાઈવીંગ કરતા તેને બચાવવા જવાના પ્રયાસમાં સ્કોર્પિયો ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં પૂનમચંદને ઈજા થઈ છે. તેઓએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રાંદલનગર વિસ્તારમાં રહેતા જુવાનસિંહ પ્રતાપસિંહ જાડેજા ગઈકાલે સવારે જીજે-૧૦-ઈએચ ૨૬૪૪ નંબરની મોટર લઈને ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી ગામના ફાટક પાસેથી જતા હતા ત્યારે જીજે-રપ-એએ ૨૭૪૫ નંબરની મોટરના ચાલકે અકસ્માત સર્જયો હતો. જુવાનસિંહની મોટરમાં બમ્પર તથા ડેકીના દરવાજામાં નુકસાન થયું છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh