Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારના માર્કેટ કેપમાં વર્ષ ર૦ર૬મા આશરે રૂપિયા ૪૯ લાખ કરોડનો જંગી કડાકો

છેલ્લા ૧પ વર્ષમાં સૌથી મોટો ઘટાડો

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧૩: વર્ષ ર૦ર૬ નો પ્રારંભ શેરબજાર માટે અપશુકનિયાળ પૂરવાર થયો છે, અને ૧પ વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.

ભારતીય શેરબજાર માટે વર્ષ ર૦ર૬ ખૂબ જ અસ્થિર સાબિત થયું છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ, વિદેશી રોકાણકારો દ્વારા વેંચાણ અને વધતા ભૂરાજકીય તણાવ વચ્ચે બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. પરિણામે ભારતીય બજારના કુલ માર્કેટ કેપમાં આશરે ડોલર પ૩૩ બિલિયન (આશરે રૂ।. ૪૯ લાખ કરોડ) નો ઘટાડો થયો છે. આ ઘટાડો છેલ્લા ૧પ વર્ષમાં સૌથી મોટો માનવામાં આવે છે. હાલમાં ભારતીય શેરબજારનું કુલ માર્કેટ કેપ આશરે ડોલર ૪.૭૭ ટ્રિલિયન ઘટી ગયું છે, જે એપ્રિલ ર૦રપ પછીનું સૌથી નીચું સ્તર છે.

વર્ષની શરૂઆતમાં તે લગભગ ડોલર પ.૩ ટ્રિલિયન ઘટી ગયું હતું. આનો અર્થ એ થયો કે કુલ માર્કેટ વેલ્યુમાં માત્ર થોડા મહિનામાં આશરે ૧૦ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ ર૦૧૧ માં ભારતીય બજારમાં સમગ્ર વર્ષ દરમિયાન માર્કેટકેપમાં આશરે ડોલર ૬રપ બિલિયનનું નુક્સાન થયું હતું, પરિણામે ર૦ર૬ માં અત્યાર સુધીનો ઘટાડો નોંધપાત્ર માનવામાં આવે છે.

રસપ્રદ વાત એ છે કે, ભારતીય બજારમાં માર્કેટ કેપમાં ઘટાડો ઘણા દેશોના સમગ્ર શેરબજારના કદ કરતા વધુ છે. ઉદાહરણ તરીકે આ ઘટાડો મેક્સિકો, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, નોર્વે, ફીનલેન્ડ, વિયેતનામ અને પોલેન્ડ જેવા દેશોના કુલ માર્કેટ વેલ્યુ કરતા મોટો હોવાનું કહેવાય છે. બજાર નિષ્ણાતોના મતે બજારમાં ઘટાડા પાછળ ઘણાં કારણો છે. વર્ષની શરૂઆતથી વિદેશી રોકાણકારો દ્વારા સતત વેંચાણનો દોર ચાલી રહ્યો છે. વધુમાં કોર્પોરેટ કમાણી અપેક્ષા મુજબ વધી નથી. જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ નબળો પડ્યો છે. વૈશ્વિક સ્તરે બજારની સ્થિતિ પણ નકારાત્મક રહી છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાથી બજારની ચિંતા વધી છે.

ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિબેરલ ૧૦૦ ડોલરથી વધુ થવાથી ભારતના આયાત બીલ અને ફૂગાવા પર દબાણ વધી શકે છે. ર૦ર૬ માં અત્યાર સુધીમાં સેન્સેક્સમાં આશરે ૧૦.૮ ટકા અને નિફ્ટીમાં આશરે ૯.પ ટકાનો ઘટાડો થયો છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ નબળાઈ જોવા મળી છે. બજાર નિષ્ણાતો કહે છેકે વર્તમાન ઘટાડો ચોક્કસપણે રોકાણકારો માટે ચિંતાનું કારણ છે, તે લાંબા સમયના રોકાણકારો માટે તકો પણ ઊભી કરી શકે છે. ગભરાટમાં નિર્ણયો લેવાને બદલે મજબૂત કંપનીઓ પર લાંબા ગાળાનો દૃષ્ટિકોણ લેવો વધુ ફાયદાકારક હોઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh