Advertisement
Author: નોબત સમાચાર

જમીને ઓખાની જેટી પર બોટમાં આડા પડખે પડેલા માછીમારને આવ્યો હૃદયરોગનો હુમલો

ઝાડને પાણી પીવડાવતી વખતે પ્રૌઢને હાર્ટએટેકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: ઓખાના આર.કે. બંદર પર એક બોટમાં ગઈકાલે બપોરે જમીને આડા પડખે પડેલા એક માછીમારને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. જ્યારે ખંભાળિયાના કુવાડીયામાં એક શાળાના પટાંગણમાં ઝાડને પાણી પીવડાવતી વેળાએ છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડેલા ખંભાળિયાના પ્રૌઢનું પ્રાણપંખેરૂ ઉડી ગયું છે.

ઓખામંડળમાં આવેલા આર.કે. બંદર પર કૃષ્ણલીલા નામની બોટમાં માછીમારી કરવા માટે મોટી દમણથી આવીને રહેતા મણીલાલ ગોપાલભાઈ હડપતી (ઉ.વ.પ૪) નામના પ્રૌઢ ગઈકાલે બપોરે સાડા બારેક વાગ્યે ભોજન લીધા પછી બોટની કેબીનમાં વામકૃક્ષી કરતા હતા ત્યારે તેઓને હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું છે. મહેન્દ્રભાઈ ટંડેલે પોલીસને જાણ કરી છે.

ખંભાળિયા શહેરમાં વસવાટ કરતા અને ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના પાટીયા પાસે લીટલ સ્ટાર સ્કૂલમાં નોકરી કરતા રાજેશભાઈ ભીખાભાઈ ઓડીચ (ઉ.વ.૪૯) નામના પ્રૌઢ ગઈકાલે સવારે શાળાના પટાંગણમાં ઉગાડવામાં આવેલા ઝાડમાં પાણી પીવડાવતા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા બેભાન બની ઢળી પડ્યા હતા. સારવાર માટે દવાખાને લઈ જવાયેલા રાજેશભાઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું ધીરજભાઈ ભીખાભાઈ ઓડીચે પોલીસમાં જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh