Advertisement
Author: નોબત સમાચાર

પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતાના મુદ્દે ઈટાલીના વડાપ્રધાન મેલોની સામે હિંસક દેખાવો

ભારત સહિત ૧પર દેશોએ આપી છે માન્યતાઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૩: પેલેસ્ટાઈન મુદ્દે ઈટાલીમાં અજંપો જોવા મળી રહ્યો છે, અને વડાપ્રધાન મેલોની વિરૂદ્ધ ઠેર ઠેર હિંસા ફાટી નીકળી છે. ટોળાએ ટ્રેન રોકી-પોર્ટ બંધ કરાવ્યું હોવાનું જાણવા મળે છે.

ફ્રાન્સે પેલેસ્ટાઈનને ઔપચારિક રીતે સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને યુનાઈટેડ નેશન્સની મિડલ ઈસ્ટ પીસ પ્રોસેસની બેઠકમાં આ જાહેરાત કરી છે. અગાઉ બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલે પણ છેલ્લા ૩૬ કલાકમાં પેલેસ્ટાઈનને એક દેશ તરીકે માન્યતા આપી છે.

જો કે, ઈઝરાયલ, અમેરિકા અને ઈટાલીએ પણ પેલેસ્ટાઈનને માન્યતા આપી નથી. આ સ્થિતિમાં ઈટાલીમાં હવે વડાપ્રધાન જ્યોર્જિયો મેલોની સામે હિંસક દેખાવો થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર ઈટાલીની સરકાર સામે પેલેસ્ટિનિયનોના સમર્થનમાં દેખાવો શરૂ થયા છે. આ દેખાવકારો ગાઝાના સમર્થનમાં તાત્કાલિક યુદ્ધ વિરામની માગ કરી રહ્યા છે. કાળા પોશાક પહેરેલા મોટી સંખ્યામાં દેખાવકારો મિલાન શહેરના સેન્ટ્રલ ટ્રેન સ્ટેશનમાં ઘૂસ્યા હતાં અને અનેક સ્થળોએ આગ લગાવી અને તોડફોડ કરીને સરકારી સંપત્તિને નુક્સાન પહોંચાડ્યું હતું.

આ દરમિયાન પોલીસ દેખાવકારાને કાબૂમાં લેવા પહોંચી હતી અને સ્મોક બોમ્બ, બોટલો અને પથ્થરો ફેંક્યા હતા. ઈટાલીમાં ફાટી નીકળેલી હિંસાના કારણે ટ્રેનો રોકી દેવામાં આવી છે અને બંદરો બંધ કરવામાં આવ્યા છે. રોમ અને મિલાનમાં કેટલાક દેખાવકારોની અટકાયત કરાઈ હતી. હિંસામાં ૬૦થી વધુ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતી.

રોમ અને મિલાનમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ થઈ હતી. જ્યારે કેટલાક દેખાવકારોની અટકાયત કરાઈ હતી. આ હિંસામાં ૬૦થી વધુ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.

ઉલ્લખિનય છે કે, દક્ષિણ ઈટાલીનું પોર્ટ શહેર નેપલ્સ વેપારનું મુખ્ય કેન્દ્ર છે. અહીં દેખાવકારોએ રસ્તાઓ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો અને રેલવે સ્ટેશનો પર પણ દેખાવો કર્યા હતો. દેખાવકારોને કાબૂમાં લેવા માટે પોલીસે પાણી મારો કર્યો હતો.

જોકે, ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહૃાું છે કે, 'ઈટાલીમાં ચાલી રહેલા હિંસક દેખાવ મારા પર દબાણ લાવવા માટે કરવામાં આવી રહૃાો છે.'

એ પણ નોંધનિય છે કે, અત્યાર સુધીમાં, ભારત, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન અને સાઉદી અરેબિયા સહિત ૧૫૨ દેશોએ પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. આ  યુનાઈટેડ નેશન્સના કુલ સભ્યપદના આશરે ૭૮ ટકા છે. ભારતે ૧૯૮૮માં પેલેસ્ટાઈનને માન્યતા આપી હતી, જ્યારે ઈઝરાયલ,અમેરિકા, ઈટાલી, જાપાન અને કેટલાક અન્ય દેશોએ હજુ સુધી માન્યતા આપી નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh