Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુગારના ૧૨ દરોડામાં ૧૩ મહિલા સહિત ૬૨ પકડાઈ ગયાઃ રૂ. ૮૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ૨૮: જામનગરના રામેશ્વરનગર, હાલાર હાઉસ, શંકરટેકરી સહિતના વિસ્તારો અને મોહનનગર આવાસમાં પોલીસે દરોડા પાડી શનિ તથા રવિવારના જુગાર રમતા સ્ત્રી-પુરૂષોને પકડી પાડ્યા છે. નાગર ચકલામાં એક એપાર્ટમેન્ટમાંથી પણ જુગાર રમતા પાંચ પકડાયા છે. ઉપરાંત લાખાબાવળ, રાવલસર અને જામજોધપુરના વનાણામાં પણ જુગારના દરોડા પડ્યા હતા. કુલ બાર દરોડામાં પોલીસે તેર મહિલા સહિત બાસઠ વ્યક્તિને ઝડપી લઈ રૂપિયા પોણા લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના મોહનનગર આવાસની બિલ્ડીંગ નં.૧૧માં ગઈકાલે સાંજે સિટી એ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી અમિત કાળુભાઈ પરમાર, દિવ્યેશ કાળુભાઈ પરમાર, નિમેશ રમણીકભાઈ કુબેર, વસંતબેન જીતેન્દ્રભાઈ ધાંધા, ચાંદની દીપકભાઈ ચૌહાણ નામના પાંચ વ્યક્તિ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પટમાંથી રૂ. ૫૧૫૦ કબજે કરાયા છે.
જામજોધપુરના વનાણા ગામમાં ગઈકાલે બપોરે જુગાર રમતા માલદે પબાભાઈ બેરા, કાનાભાઈ રામાભાઈ કરમુર, અમરશીભાઈ દેવજીભાઈ પાણખાણીયા, મારખીભાઈ દુદાભાઈ બેરા, રાજશીભાઈ કરશનભાઈ બેરા નામના પાંચ શખ્સને પોલીસે પકડી લઈ રૂ. ૫૯૫૦ કબજે લીધા છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારના સુભાષપરાની શેરી નં.૧ પાસે ગઈકાલે સાંજે ગંજીપાના કૂટતા વિપુલ કનુભાઈ ભીલ, દિલીપ ગોવિંદભાઈ ભીલ, વીજય ઝવેરભાઈ સોલંકી, અનિલ ખીમજીભાઈ મકવાણા, અનિલ હસમુખભાઈ વાઘેલા, જગદીશ ચમનભાઈ નંદા નામના છને પોલીસે પકડી લઈ રૂ. ૧૦૩૦૦ કબજે કર્યા છે.
જામનગર નજીકના દરેડ જીઆઈડીસીમાં ગઈકાલે રાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા રાજવીર જ્ઞાનસિંહ જાટવ, મોનુ બાલારામ જાટવ, અરવિંદ મોહનસિંહ જાટવ, નંદકિશોર બલવંતસિંહ જાટવ, વિકાસ ભુરેલાલ જાટવ નામના પાંચ શખ્સને પોલીસે પકડી લઈ રૂ. ૧૦૨૦૦ કબજે કર્યા છે.
જામનગર-ખંભાળિયા રોડ પર લાખાબાવળ પાસે કર્મચારી સોસાયટીમાં ગઈરાત્રે ગંજીપાના કૂટતા આકાશ ગુણવંતરાય શાહ, બશીર અબ્બાસ ભગાડ, વૈશાલીબેન પ્રજ્ઞેશ તરાવીયા, કમુબેન રમેશભાઈ ગોરડીયા, વર્ષાબેન ધર્મેશભાઈ મકવાણા નામના પાંચ વ્યક્તિને પંચકોશી બી ડિવિઝનના સ્ટાફે પકડી લઈ રૂ. ૬૧૭૦ કબજે લીધા છે.
જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં આવેલા હેડ ગેવાર ભવન પાસે શનિવારે રાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી દરોડો પાડ્યો હતો. ત્યાં ગંજીપાના વડે જુગાર રમતા હરપાલસિંહ શૈલેન્દ્રસિંહ વાઘેલા, રોહિતગીરી તુલસીગીરી ગોસ્વામી, ધર્મેન્દ્ર અમુભાઈ સોલંકી, ઋત્વિકસિંહ ટપુભા જાડેજા, રાજેશ અમુભાઈ સોલંકી, અનિરૂદ્ધસિંહ અજીતસિંહ જાડેજા, તુલસીગીરી ઉમેદગીરી ગોસાઈ નામના સાત શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ. ૫૪૯૦ કબજે કરી કાર્યવાહી કરી છે.
જામનગરના રામેશ્વર નગર પાછળ આવેલા ક્રિષ્ના પાર્કમાં શનિવારે રાત્રે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા ત્યાંથી મુકેશ લક્ષ્મણભાઈ રાઠોડ, વિજય રાજુભાઈ વાગડીયા, શૈલેષ રણછોડભાઈ રાઠોડ, રમેશ મનસુખભાઈ ગોહેલ, જય નિલેશભાઈ કટારીયા, આકાશ કેશુભાઈ રાઠોડ અને મુકુંદ જીવાભાઇ વાળા નામના સાત શખ્સ રૂ. ૧૧,૫૨૦ સાથે પકડાઈ ગયા હતા.
જામનગરના નાગર ચકલા વિસ્તારમાં આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં શનિવારે રાત્રે જુગારની મહેફીલ જામી હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ.ચાવડાની સૂચનાથી દરોડો પાડયો હતો. ત્યાં તીનપત્તી રમતા કલ્પેશ રમણીલાલ લખીયર, નિમેશ હરીશભાઈ ગણાત્રા, ભાવેશ ઉર્ફે લખન મહેશભાઈ મંગી, પૂર્વીબેન ભાવેશભાઈ મંગી, ચેતનાબેન બીપીનભાઈ પારેખ નામના પાંચ વ્યક્તિ ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂપિયા ૧૧,૮૪૦ કબજે કરાયા છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા રાવલસરના પાટીયા પાસે રવિવારે બપોરે જાહેરમાં તીનપત્તી રમતા ભરત ડાયાભાઈ બગડા, વિજય હીરાભાઈ પરમાર ઉર્ફે વડો તથા પ્રવીણભાઈ મનજીભાઈ સોલંકી નામના ત્રણ શખ્સને પોલીસે પકડી પાડી ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ગુલાબ નગર સામે આવેલા મોહનનગરમાં આવાસની બિલ્ડીંગ નંબર સાતમાં શનિવારે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલી લોબીમાં રોનપોલીસ રમી રહેલા કૌશિક હરીદાસ સોલંકી, ફાલ્ગુનીબેન વિક્રમભાઈ પરેશા, મીનાબેન હરિદાસ સોલંકી, દીપાબેન કૌશિકભાઈ સોલંકી, રીટાબા જયરાજ સિંહ જાડેજા, ગીતાબેન જગદીશભાઈ જોશી તથા અંજુબેન અજયભાઈ ખારવા નામના સાત વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસ પટમાંથી રૂ. ૭ હજાર કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.
કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં શનિવારે બપોરે કેટલાક શખ્સો એકઠા થઈ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી પરથી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી જયંતીભાઈ ગોવિંદભાઈ સોંદરવા, ડાયાભાઈ તેજાભાઈ મકવાણા તથા વિઠ્ઠલભાઈ કાનજીભાઈ બાબરીયા, ધરમશીભાઈ ભીખાભાઈ ખીમસુરીયા નામના ચાર શખ્સ મળીઆવ્યા હતા. પટમાથી રૂ. ૧૩૦૦ રોકડા કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial