Advertisement
Author: નોબત સમાચાર

નાઈજીરિયા સૈન્યના વિમાનોએ ભૂલથી બજાર પર બોમ્બ ઝીંકતા ૩૦૦ ના મોત

બોકો હરામના આતંકીઓની શોધમાં હતાં ત્યારે

                                                                                                                                                                                                      

મેદુ ગુરી તા. ૧૩: નાઈજીરિયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાંથી એક કરૂણ ઘટના બની છે. અહીં આતંકીઓનો પીછો કરી રહેલા નાઈજીરિયાના સૈન્યના યુદ્ધ વિમાનોએ ભૂલથી લોકોથી ધમધમતા બજાર પર બોમ્બ ફેંકી દીધો હતો, જેના કારણે ઓછામાં ઓછા પોતાના જ દેશના ૩૦૦ નાગરિકોના મોત થયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આ ઘટના શનિવારે રાતે બની છે. નાઈજીરિયાની વાયુસેનાના યુદ્ધ વિમાનો કટ્ટરવાદી આતંકી સંગઠન બોકો હરામના આતંકીઓની શોધમાં હતાં ત્યારે તેમણે બોમ્બમારો કર્યો હતો.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનોએ બોર્નો અને યોબે રાજ્યની સરહદ પર આવેલા જિલ્લીના બજારને નિશાન બનાવ્યું હતું. ઘટના સ્થળે ઉપસ્થીત પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ભૂલથી બોમ્બ ફેંકવામાં આવ્યા તે સમયે બજારમાં ભારે ભીડ હતી અને લોકો ખરીદીમાં વ્યસ્ત હતાં. બોમ્બ પડતા ક્ષણભરમાં બજાર સ્મશાનમાં ફેરવાઈ ગયું હતું. આશ્ચર્યની વાત એ છે કે નાઈજીરિયાની વાયુસેનાએ આતંકીઓને માર્યા હોવાનો દાવો તો કર્યો છે, પરંતુ બજાર પર થયેલા હુમલાની વાત સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.

વાયુસેનાએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે તેમણે બોર્નો રાજ્યના જિલ્લી ક્ષેત્રમાં બોકો હરામના આતંકીઓને ઠાર કર્યા છે, પરંતુ સામાન્ય નાગરિકોના મોતના મામલે વાયુસેનાએ મૌન ધારણ કરી લીધું છે. બીજી તરફ પાડોશી રાજ્ય યોબેની સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હવાઈ હુમલો બજારની પાસે જ થયો છે. યોબે રાજ્યના સૈન્ય સલાહકાર બ્રિગેડિયર જનરલ દાહિરૂ અબ્દુ સલામે ખરાઈ કરીને કહ્યું કે, જિલ્લીના સાપ્તાહિક બજારમાં ગયેલા અનેક લોકો આ જીવલેણ હુમલાનો ભોગ બન્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh