Advertisement
Author: નોબત સમાચાર

પાકની ટીમે નિર્લજ્જતાથી ઓપરેશન સિંદૂરમાં હણાયેલા આતંકીઓ માટે કર્યું મેચ ફીનું દાન

સ્વયં પૂરવાર કર્યું કે તેનો દેશ આતંકિસ્તાન જ છે!

                                                                                                                                                                                                      

દુબઈ/નવી દિલ્હી તા. ર૯: પાકિસ્તાન ટીમે નિર્લજ્જતા સાથે ઓપરેશન સિંદૂરમાં ઠાર મરાયેલા આતંકીઓ માટે મેચ ફીનું દાન કરવાની જાહેરાત કરી છે, જેથી તેને મહાન કહેનારા ટ્રમ્પ પર પણ કટાક્ષ થઈ રહ્યો છે.

ભારત-પાકિસ્તાનની એશિયા કપ ફાઈનલ મેચમાં ભારતે પાંચ વિકેટે જીત હાંસલ કરી હતી. ભારતની આ જીતથી પાકિસ્તાન અકળાયું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફથી માંડી પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ બળાપો કાઢ્યો છે. પાકિસ્તાની કેપ્ટને પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરવાની જાહેરાત કરી નિર્લજ્જતાની હદ વટાવી છે.

પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ક્રિકેટની સંસ્કૃતિ અને ભાવનાને નષ્ટ કરી વડાપ્રધાન મોદીએ શાંતિ અને સમાધાનની સંભાવનાઓ ખતમ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાની કેપ્ટનની આ નિર્લજ્જતાથી ભારત સહિત વિશ્વભરમાં ટીકાઓ થઈ રહી છે.

મેચમાં હાર પછી આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન સલમાન અલી આગાએ પાકિસ્તાન આતંકવાદ સમર્થક હોવાનો વધુ એક પુરાવો આપ્યો છે. તેણે જાહેરાત કરી હતી કે, આખી પાકિસ્તાની ટીમ પોતાની મેચ ફી ભારતના હુમલામાં માર્યા ગયેલા નાગરિકો માટે દાન કરશે.

ઉલ્લેખનિય છે કે, ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન ૭ મે ના પાકિસ્તાન પર થયેલા હુમલામાં નાગરિકોના મોત થયા ન હતાં, પણ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ, તેમનો વડો મસુદ અઝહરના પરિવારજનો અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓ માર્યા ગયા હતાં. ત્યારપછી ત્રણદિવસ ભારતે પાકિસ્તાનના એરબેઝ પર હુમલો કર્યો હતો, જેમાં સેનાના જવાન અને અધિકારીઓ માર્યા ગયા હતાં, જેથી સલમાન આગાએ જે સામાન્ય નાગરિકો માટે દાન કરવાની જાહેરાત કરી છે તે વાસ્તવમાં જૈશ અને લશ્કરના આતંકીઓ અને મસુદ અઝહરના પરિવારજનો છે.

ઓપરેશન સિંદૂરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખ્ય મથક મરકઝ સુભાનલ્લાહ પર હુમલો કર્યો હતો, જેમાં આતંકવાદી મસુદ અઝહરના પરિવારના કુલ ૧૪ સભ્યો માર્યા ગયા હતાં. તેમાં મસુદ અઝહરના બે સાળા કંદહાર હાઈજેકિંગમાં સામેલ આતંકવાદી યુસુફ અઝહર અને બહાવલપુરમાં જૈશ મુખ્ય મથકના સંચાલક મોહમ્મદ જમીલ અહેમદ સમાવિષ્ટ હતો. વધુમાં આતંકવાદી હમઝા જમીલ, જે તે જ જૈશ મુખ્યાલયમાં રહેતો હતો અને આતંકવાદી મોહમ્મદ જમીલ અહેમદનો પુત્ર, કે જે કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદની કામગીરીનું નિરીક્ષણ કરતો હતો. તે પણ ભારતના હુમલામાં માર્યો ગયો હતો. ભારતીય હુમલામાં મસુદ અઝહરના ભાઈ ઈબ્રાહીમ અઝહરના દત્તક પુત્ર, જે અફઘાનિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં જૈશ-એ-મોહમ્મદની કામગરીનીું નિરીક્ષણ કરતો આતંકવાદી હુઝૈફા અઝહર પણ ઠાર થયો હતો.

ભારતીય હવાઈ હુમલામાં મુઝફ્ફરાબાદમાં મરકઝ બિલાલના સંચાલક યાકુબ મુઘલ, પીઓકેમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર અસગર ખાન કાશ્મીરના પુત્ર આતંકવાદી હસન ખાન અને હસનના સાથી આતંકવાદી વકાસ પણ માર્યો ગયો હતો. આતંકવાદીઓને શસ્ત્રોની તાલીમ આપનારા આતંકવાદી મુદસ્સિર અને અબુ ઉક્ષાને મુરિદકેમાં લશ્કર-એ-તૈયબાના મુખ્ય મથક મરકઝ તૈયબમાં માર્યો ગયો હતો. હવે પાકિસ્તાની કેપ્ટને જાહેરાત કરી છે કે ટીમની આખી મેચ ફી ભારતીય હવાઈ હુમલમાં માર્યા ગયેલા કથિત નાગરિકોને દાન કરશે, જેના પરથી એક વાત સ્પષ્ટ છે, મારત વિરૂદ્ધ આતંકની ફેક્ટરી ચલાવતા આ એએક્સ-૪૭ ધરાવતા આતંકવાદીઓને માર્યાના સાડાચાર મહિના પછી પાકિસ્તાની ક્રિકેટ ટીમ તેમનું સન્માન એ જ રીતે કરી રહી છે જે રીતે પાકિસ્તાની સેના અને સરકારે તેમના અંતિમ સંસ્કાર દરમિયાન કર્યું હતું.

આ પ્રકારે ખૂલ્લેઆમ આતંકીઓને મેચ ફીનું દાન કરવાના દેશના નેતાઓને તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'મહાન' કહ્યા હતાં. તેથી ટ્રમ્પની પણ કટાક્ષ સાથે હાંસી ઊડાવતી કોમેન્ટો થઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh