Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાટુશ્યામથી શ્રદ્ધાળુઓને લઈ જતી પિક-અપવાન ટ્રક સાથે અથડાઈ
જયપુર તા. ૧૩: રાજસ્થાનના દૌસામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી પિક અપની ટ્રક સાથે ભીષણ ટકકર થઈ હતી. આ દરમિયાન ભયાનક અકસ્માતમાં ૧૦ લોકોના મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ, મૃતકોમાં ૭ બાળકો અને ૩ મહિલાઓનો સમાવેશ થાય છે.
આ વિશે પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, ખાટુશ્યામ મંદિરથી આવી રહેલા શ્રદ્ધાળુઓ અકસ્માતનો શિકાર બન્યાં હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૦ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આશરે ૭-૮ લોકોને જયપુરની એસએમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયા છે અને તેમની ઓળખ કરી પરિવારજનોને જાણ કરવાની કામગીરી હાથ ધરી છે. આ સિવાય ઘટનાસ્થળે આસપાસના લોકોની પૂછપરછ કરી અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે પીએમ રિપોર્ટ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial