Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં વેપારીનો છૂટકારો

રૂ।.પ લાખના ચેક પરતનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના એક વેપારી સામે રૂ।.પ લાખના ચેક પરતની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી નો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં દીપક પ્રોવિઝન સ્ટોરના નામથી વેપાર કરતા હરીશ ધરમશીભાઈ ભદ્રા સામે કિસાન ચોક વિસ્તારમાં રહેતા પ્રવીણ કાનજીભાઈ મુંજાલે અદાલતમાં રૂ।.૫ લાખના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ ચાલવા પર આવતા બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે ઠરાવ્યું હતું કે, ચેક પરતના કાયદામાં કાયદાકીય અનુમાન ફરિયાદીની તરફેણમાં હોય છે પરંતુ આરોપી પક્ષ ફરિયાદીની અને સાક્ષીઓની ઉલટ તપાસમાં યોગ્ય હકીકત રેકર્ડ પર લાવે અને ખંડનાત્મક પુરાવાઓ અદાલત સમક્ષ આવે તો તેનો લાભ આરોપીને મળે છે. તે ઉપરાંત ચેક દસ વર્ષ જૂનો હોવાનું પણ કબૂલાયું છે. તેવી દલીલ કરાતા અદાલતે આરોપી હરીશ ધરમશીભાઈ ભદ્રાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ હેમલ ચોટાઈ, વી.એચ. બક્ષી, હીરેનભાઈ ગુઢકા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh