Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માંગો ત્યારે ગેસના બાટલા મળતા તે સ્થિતિ હવે ભૂતકાળની થઈ ગઈ છે. લોકોને બાટલા ના મળવા તો ઠીક, પણ બાટલા નોંધાવવામાં પણ ગેસ એજન્સીઓમાં કતારો લાગવાથી હેરાનગતિની સ્થિતિ સર્જાઈ છે.
રોજ કે એકાંતરા એક ગાડી ૩રપ-૩૦ બાટલા રાંધણ ગેસના આવતા તે હવે ૩-૪ દિવસે એક ગાડીની સ્થિતિ થતાંએક ગાડીના બાટલા પૂર્ણ થાય તો ફરી બે-ત્રણ ગાડીનું વેઈટીંગ ઊભું જ રહે તેવી સ્થિતિ થાય છે. કેટલાક લોકો વધારાના બાટલા માટે ગરજવાળા પાસેથી મનફાવે તેવા ભાવો પડાવતા થયા છે.
ઓનલાઈન ગેસના બાટલા લખવાનું બંધ થતાં તથા રૂબરૂ પણ ના લખાતા ગેસની તંગીના ભયથી બાટલા લખાવવા લોકો ઉમટી પડતા દરેક એજન્સીઓ પર લાંબી કતારો લાગે છે. દરરોજ છાપામાં અવનવા ન્યૂઝ સાથે જથ્થો પૂરતો છે ની વાતો વચ્ચે બાટલા નોંધવાનું પણ નહીં થવાથી લોકો મુંઝાયા છે. રોજ એજન્સી પર કલાકો તડકામાં ઊભે છે. બાટલા નોંધાતા થાય તો પણ ટ્રાફિક ઘટી જાય તેમ છે, પણ મળવાના તો ઠીક પણ નોંધાતા પણ નથી. લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
આવી સ્થિતિમાં ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારીએ ગેસની એજન્સીધારકો તથા મામલતદારો સાથે બઠક યોજી હતી અને લોકોની પરેશાની ઓછી થાય તેવા પગલાં લેવા ચર્ચા થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial