Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરમાં નાખી પાંચ બોકડા ચોરી ગયાની કેફિયતઃ
જામનગર તા. ૨: ધ્રોલના દેડકદળ ગામમાં એક આસામીના વાડામાંથી એકાદ મહિના પહેલાં પાંચ બોકડા ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તેની તપાસમાં સીસીટીવી ફૂટેજના આધારે નડિયાદ પહોંચેલી પોલીસે બે શખ્સને પકડી પાડ્યા છે. આ શખ્સોએ અન્ય બે સાગરિતના નામ ઓકી નાખ્યા છે. બોકડા વેચીને મેળવેલી રકમ તેમજ મોટર મળી રૂ.પ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
ધ્રોલ તાલુકાના દેડકદળ ગામમાં વસવાટ કરતા મૂળ પડધરી તાલુકાના બાબરભાઈ ધરમશીભાઈ વાઘેલા નામના દેવીપુજક યુવાનને પોતાના ઝૂંપડાની પાછળ બોકડા રાખવા માટે વાડો બનાવ્યો છે. તેમાંથી ગઈ તા.૩૧ જુલાઈની રાત્રિના સમયે પાંચ નાના બોકડા ચોરાઈ જતા તેઓએ ગઈકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રૂ.૨૦ હજારના બોકડા ચોરી જનાર શખ્સ સામે ગુન્હો નોંધ્યો હતો.
આ કેસની શરૂ કરાયેલી તપાસમાં પોલીસે કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં દેખાતા બે શખ્સ અને તેની મોટરનો પીછો શરૂ કરાયો હતો. આ શખ્સોના સગડ દબાવતી પોલીસ ટીમ નડિયાદ પહોંચી હતી ત્યાંથી ઉમેશ પરસોત્તમ તળપદા અને ભાવેશ મફતભાઈ તળપદા નામના બે શખ્સ મળી આવ્યા હતા.
આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ જીજે-૧-આરજે ૨૭૭૪ નંબરની અર્ટીગા મોટરમાં પાંચ બોકડા દેડકદળ ગામમાંથી ચોર્યાની કબૂલાત આપી છે અને સોનુ તળપદા ઉર્ફે ગોદીયા અને લાલુ તળપદાના નામ આપ્યા છે. પોલીસે રૂ.૪ લાખની મોટર અને બોકડા વેચીને મેળવેલી રૂ.૧ લાખની રોકડ કબજે કરી ઉમેશ તથા ભાવેશની ધરપકડ કરી છે અને સોનુ તેમજ લાલુની શોધ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial