Advertisement
Author: નોબત સમાચાર

ઈ-ચલણનો દંડ હવે ગુગલ-પે, ફોન-પે જેવી એપ્સ દ્વારા ઓનલાઈન ચૂકવી શકાશે

ગુજરાતના વાહનચાલકોની સરળતા વધશેઃ

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ર૮: હવે ગુગલ-પે, ફોન-પે સહિતની એપ્સથી ચલણના દંડની રકમ ચૂકવી શકાશે. ગુજરાતના વાહનચાલકોને સુવિધા પ્રાપ્ત થઈ છે.

રાજ્યના ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વહનચાલકોને ઈસ્યુ થયેલા ઈ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે. ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક સાથે કરાયેલા એમઓયુ અંતર્ગત ભારત બીલ પેમેન્ટ સિસ્ટમ (બીબીપીએસ) મારફતે વિવિધ ઓનલાઈન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

રાજ્યમાં વર્ષ ર૦ર૩ થી 'વન નેશન વન ચલણ' એપ્લિકેશનના માધ્યમથી વાહનચાલકોને દંડની રકમ ઓનલાઈન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ હતી, જેમાં વાહનચાલકો દંડની રકમ નેટ બેન્કીંગ, ડેબિટ/ક્રેડીટ કાર્ડ, યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એમ-પરિવહનની સાઈડ ઉપરથી તથા પીઓએસ મારફતે ભરી શકતા હતાં.

હવે આ સુવિધામાં વધારો કરીને બીબીપીએસ પ્લેટફોર્મ એટલે કે, ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત વાહનચાલકો સીધે-સીધી દંડની રકમ ભરી શકશે. તેના માટે એપ્લિકેશન પર જઈને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. બીબીપીએસ જેવી સુવિધાઓનો સમાવેશ કરવાથી વાહનચાલકોને ઓનલાઈન પેમેન્ટના વધુ વિકલ્પો પ્રાપ્ત થશે અને દંડની રકમ ભરપાઈની પ્રક્રિયા વધુ સુવિધાજનક બનશે.

આ સુવિધા હેઠળ એકત્રિત થનાર નાણા ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઓનલાઈન ચૂકવણી માટે સમયાંતરે જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર દંડની રકમની ખરાઈ કર્યા પછી સમાધાન રૂપે ટ્રાન્સફર કરવામાં આવશે. આથી રાજ્યમાં દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા બન્ને વધશે. આ પહેલથી રાજ્યમાં ટ્રાફિક નિયમોના અમલને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં તેમજ વાહનચાલકોને સહેલાઈથી દંડની રકમ ભરવાની સુવિધા ઉપલબ્ધ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh