Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૦૮-૧૦-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપના બજારોમાં રિકવરી પાછળ ભારતીય શેરબજારમાં પણ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ફંડોએ ઓલ રાઉન્ડ તેજી કરી હતી. ભારતીય સરકાર દ્વારા જીએસટીમાં ફેરફાર, મેઈક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા કોર્પોરેટ ઈન્ડિયા માટે ધિરાણની વધુ સરળ ઉપલબ્ધિના પગલાં સાથે વૈશ્વિક સ્તરે ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ અટકવાના સંકેત સહિતના પોઝિટીવ પરિબળોએ આજે ફંડોએ ભારતીય શેરબજારમાં તેજી કરી હતી.
અમેરિકામાં બ્રાન્ડેડ દવાઓની આયાત પર ૧૦૦% ટેરિફને હાલ તુરત ટ્રમ્પ સરકારે મોટી કંપનીઓ માટે મોકૂફ રાખતાં અને ભારત દ્વારા અમેરિકા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી કરી રહ્યાના અહેવાલ અને વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષાએ ફંડોની ઈન્ડેક્સ બેઝડ આરંભિક કલાકોમાં તેજી તરફી ચાલ યથાવત રહી હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૧%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૩૮% અને નેસ્ડેક ૦.૬૭% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૧% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૧૬ અને વધનારની સંખ્યા ૧૧૨૮ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર રિયલ્ટી, પાવર, યુટીલીટી, એફએમસીજી, કેપિટલ ગુડ્સ અને ફાઈનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૧,૯૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૨,૧૦૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૧,૮૭૮ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૫૪ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૨,૦૬૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૪૬,૯૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૪૭,૪૭૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૪૬,૮૫૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૬૦૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૪૭,૩૯૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૩૮૦) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૬૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૯૭ થી રૂ.૧૪૦૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૧૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!
મેક્રોટેક ડેવલપર્સ (૧૧૪૪) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ. ૧૧૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૧૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૬૩ થી રૂ.૧૧૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
એસબીઆઈ કાર્ડ્સ (૯૦૯) : રૂ. ૮૭૮ નો પ્રથમ તેમજ રૂ. ૮૬૯ બીજા સપોર્ટથી નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૯૨૩ થી રૂ. ૯૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
એલઆઈસી હાઉસિંગ (૫૭૧) : હાઉસિંગ ફાઈનાન્સ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૫૮૩ થી રૂ.૫૯૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૫૫૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, અર્થતંત્રના મુખ્ય પાયા - જેમ કે ફુગાવામાં ઘટાડો, ફોરેક્સ રિઝર્વમાં વધારો, રાજકોષીય ખાધમાં સુધારો અને બૅન્કો તથા કોર્પોરેટ્સની મજબૂત બેલેન્સ શીટ - શેરબજાર માટે વિશ્વાસ વધારતા પરિબળો છે. ૭૦૦ અબજ ડૉલરથી વધુના ફોરેક્સ રિઝર્વ અને ૨%ની આસપાસના નિયંત્રિત ફુગાવા સાથે ભારત વિદેશી રોકાણકારો માટે વધુ આકર્ષક બની રહ્યું છે. આર્થિક સ્થિરતા અને મજબૂત નીતિ આધાર માર્કેટને લાંબા ગાળે બુલિશ ટ્રેન્ડ તરફ લઇ જઈ શકે છે. મેક્રો ફંડામેન્ટલ્સ મજબૂત બનતાં ઈક્વિટી માર્કેટમાં સેક્ટર-રોટેશન અને ડોમેસ્ટિક ડિમાન્ડ આધારિત સેક્ટર્સ જેમ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેન્કિંગ, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્ય ુરેબલ્સમાં રોકાણ પ્રવાહ વધવાની શક્યતા છે.
આ સિવાય, વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની સ્થિતિસ્થાપકતા શેરબજાર માટે એક સુરક્ષિત અને વેગવંતુ સ્થાન તરીકે ઉભરી રહી છે. આરબીઆઈની સાવચેત નીતિઓ, સરકારની ઉત્પાદન અને રોકાણ પ્રોત્સાહક યોજનાઓ અને ખાનગી ક્ષેત્રના મજબૂત બેલેન્સ શીટના સંયોજનથી માર્કેટ માટે માધ્યમથી લાંબા ગાળાનો વિશ્વાસદાયક વૃદ્ધિ માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાઓ હોવા છતાં ભારતનું આંતરિક ઉપભોક્તા આધારિત અર્થતંત્ર અને રાજકોષીય શિસ્ત માર્કેટને સ્થિરતા આપશે. પરિણામે, આગામી દિવસોમાં ભારતીય શેરબજાર નવી ઊંચાઈઓને સ્પર્શી શકે છે.