Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં ત્રણની તીવ્રતાનો ભૂકંપ

જમીનથી ૧૮ કિ.મી. નીચે કેન્દ્રબિન્દુ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગરના લાલપુરમાં ગઈકાલે બપોરે ૧-પ૯ વાગ્યે ૩ ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના લાલપુરમાં ગઈકાલે બપોરે ૧-પ૯ વાગ્યે ધરતીકંપ થયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩ ની નોંધાઈ હતી. આ આંચકાનું કેન્દ્રબિન્દુ લાલપુરથી ૩૩ કિ.મી. દૂર અને જમીનથી ૧૮ કિ.મી. નીચે નોંધાયું હતું. આ ભૂકંપ લાલપુર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનુભવાયો હતો. ધરતીકંપના કારણે ઘરના બારી-દરવાજા ધ્રુજી ગયા હતાં તેમજ વાસણો ખખડી ઊઠ્યા હતાં. ભૂકંપના કારણે ખાસ કરીને બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોમાં વધારે ભય જોવા મળ્યો હતો. ભૂકંપથી કોઈ નુક્સાની થવા પામી ન હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh