Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણી પુરવઠા યોજનાના એન્જિનિયર જ માને છે કે સાની ડેમનો વિકલ્પ જ ઓખામંડળ માટે ઉપયોગી નિવડી શકે તેમ છે
દ્વારકા તા. રપઃ યાત્રાધામ દ્વારકામાં વધતા ટુરીઝમ સાથે પાણીની વધતી જતી ડીમાન્ડ મુજબ સપ્લાય સોર્સ વધારવા જરૂરી છે. દ્વારકા શહેરને દૈનિક જરૂરિયાત સામે અડધો જથ્થો જ મળે છે, તેના સંદર્ભે તંત્રના એન્જિનિયરો પણ સાની ડેમને શ્રેષ્ઠ વિકલ્પ માને છે, અને સ્થાનિક ઉપલબ્ધિને પુરક ગણે છે.
છેલ્લા દોઢ દાયકામાં દેશ તેમજ રાજ્યના પશ્ચિમી છેવાડાનું ચાર ધામ પૈકીનું એક ધામ એવા દ્વારકા યાત્રાધામમાં વિકાસલક્ષી અનેક કાર્ય થયા-થઈ રહ્યા છે જેના કારણે દ્વારકામાં ટુરીઝમને સતત વેગ મળી રહ્યો હોય, પહેલા વર્ષમાં બે મહિનાની સિઝન ગણાતી તે હવે લગભગ દસ માસ જેટલો સમય યાત્રિકોની ભીડ રહેતી હોય, ટુરીઝમ ઉદ્યોગ સંલગ્ન ધંધા રોજગારો પણ સતત વધી રહ્યા હોય, ખાદ્ય સામગ્રીની સાથોસાથ પીવાના પાણી તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની પણ ડિમાન્ડ સતત વધતી જવા મળી છે, ત્યારે વિકાસની હરણફાળ તરફ અગ્રસર યાત્રાધામને પાણીનો અવિરત જથ્થો મળી તે પણ ખૂબ જરૂરી છે. સાની ડેમ બંધ હોય, હાલમાં દ્વારકાને પાણી પુરવઠા બોર્ડ તથા પાલિકા દ્વારા નર્મદા યોજના તેમજ ઘટતું પાણી સ્થાનિય સોર્સ ભીમગજા તથા માયાસર તળાવમાંથી પૂરૃં પાડવામાં આવી રહ્યું છે.
પોરબંદર-ગોરીંજા વચ્ચે
૯૦૦ એમ.એમ. ડાયા
કાર્ય પ્રગતિમાંઃ વોટર વર્કસ એન્જિ. ડી.એમ. ચાવડા
આ અંગે દ્વારકા નગરપાલિકાના વોટર વર્કસ એન્જિનિયર ડી.એમ. ચાવડાને પૂછતા તેઓએ જણાવેલ કે હાલમાં પાણી પુરવઠા બોર્ડ તરથી નર્મદા અને ભીમગજા તળાવનું પાણી પૂરૃં પાડવામાં આવી રહ્યું છે, જ્યારે જરૂર પડ્યે માયાસ તળાવનં પાણી પણ વર્ષમાં આશરે છ માસ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત પોરબંદરથી ગોરીંજા વચ્ચે ૯૦૦ એમ.એમ. ડાયાની ડી.આઈ. લાઈનનું કાર્ય હાલ પ્રગતિમાં છે જે છ માસ જેટલા સમયગાળામાં પૂર્ણ થાય તે અપેક્ષિત છે. આ લાઈન શરૂ થયે પણ ઓખામંડળની પાણી સમસ્યામાં મહદ્અંશે નિરાકરણ આવે તેમ છે. હાલમાં સાત એમ.એલ.ડી.ની જરૂરિયાત સામે ત્રણથી સાડાત્રણ એમ.એલ.ડી.નું પાણી મળી રહ્યું હોય, ત્રણ થી ચાર દિવસે એક વખત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જો કે સ્થાનિય સોર્સમાંથી મળતી માહિતી અનુસાર અમુક વિસ્તારોમાં અઠવાડિયામાં એકાદ વાર પાણી મળતું હોવાની પણ ફરિયાદો ઊઠી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકામાં સૌથી ડ્રાય વિસ્તાર ગણાતા ઓખામંડળમાં પીવાના પાણીની સમસ્યા છેલ્લા દાયકાઓમાં જોવા મળી હતી, પરંતુ સાની ડેમ બન્યા પછી સાનીનું પાણી જ્યારથી ઓખામંડળને મળતું થયું ત્યારથી સુકા વિસ્તાર ગણાતા ઓખામંડળ માટે સાની ડેમ પાણીનો મહત્ત્વપૂર્ણ સોર્સ બની ગયો છે. જ્યાં સુધી નર્મદાના નીર ઓખામંડળ પહોંચ્યા ન હતાં ત્યાં સથી સાની ડેમ અને સ્થાનિય મર્યાદિત સોર્સ પર આધારીત ઓખામંડળમાં પીવાના પાણીની સમસ્યા દર ઉનાળે જોવા મળતી હતી. હાલમાં પણ અન્ય સોર્સની ઉપલબ્ધિ વધી હોવા છતાં સાની ડેમ આજે પણ ઓખામંડળ માટે મહત્ત્વપૂર્ણ સ્થાનિય સોર્સ હોય, જે રીપેરીંગના કારણે ર૦૧૯ થી બંધ હોય, જેનું નિર્માણકાર્ય કાચબા ગતિએ ચાલતું હોય, ચાલુ વર્ષે પણ ખેડૂતોને સાની ડેમના પાણી સિંચાઈ માટે ઉપલબ્ધ નથી તો બીજી તરફ પાણીના વેડફાટને લીધે પીવાના પાણીના સોર્સ તરીકે પણ હાલ સુધી ઉપલબ્ધ નથી.
સાની ડેમનું નીર મળ્યે પાણીની સમસ્યાનો હલ સંભવઃ એન્જિ. લગારિયા
આ અંગે દ્વારકા પાણી પુરવાઠ વિભાગના એન્જિનિયર એન.બી. લગારિયાનો સંપર્ક સાધના તેમણે પણ સાની ડેમ ખૂબ મહત્ત્વનો સોર્સ ગણાવી જણાવેલ કે પાણી પુરવઠા બોર્ડ દ્વારા હાલમાં નર્મદા તેમજ સ્થાનિય સોર્સમાં ભીમગજાનું પાણી જરૂરિયાત અનુસાર પૂરૃં પાડવામાં આવી રહ્યું છે. નર્મદાના નીરમાંથી ઓખામંડળના ૧૮ ગામ અને દ્વારકા શહેર તેમજ ભીમગજાથી ર૧ ગામ અને ઓખા શહેરને હાલમાં પાણી પૂરૃં પાડવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યારે પાવર પ્રશ્નો સર્જાય ત્યારે અનેક જગ્યાએ પમ્પીંગ હોય, ખંભાળિયા, સનાળા, પાંચદેવરા, કલ્યાણપુર, ભાટિયા, ગોરીંજા જેવા સ્થળોએ પમ્પીંગ કરવું પડતું હોય, કોઈપણ જગ્યાએ ફોલ્ટ થતા તેની અસર છેવાડાના દ્વારકા તથા ગ્રામીણ વિસ્તારોને સૌથી વધુ થાય છે અને પાણી વિતરણમાં મોડું થાય છે. જો સાની ડેમનો સ્થાનિક વિકલ્પ ખુલી જાય તો ઓખામંડળમાં પાણીનો પુરવઠો નિયમિત જળવાય અને નિયમિત વિતરણ પણ વધુ સુદૃઢ રીતે શક્ય બને તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial