Advertisement
Author: નોબત સમાચાર

પતિએ આપેલી રકમ તેઓના અવસાન પછી પત્ની પણ વસૂલ કરી શકેઃ અદાલતનો આદેશ

ચેક પરતના કેસમાં એક વર્ષની ફટકારાઈ સજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના એક આસામીએ રૂ।.સાડા ત્રણ લાખ એક વ્યક્તિને ઉછીના આપ્યા પછી આ આસામીનું અવસાન થયું હતું. તે રકમની અવસાન પામનાર આસામીના પત્નીએ ઉઘરાણી કરતા તેઓને ચેક આપવામાં આવ્યો હતો. તે ચેક પરત ફર્યાની ફરિયાદમાં પતિએ આપેલા નાણા તેમના અવસાન પછી પત્ની વસૂલી શકે નહી તેવી દલીલ કરાઈ હતી. તેને નામંજૂર રાખી અદાલતે ચેક આપનાર આસામીને એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે.

જામનગરમાં રહેતા ભગવતસિંહ જાડેજા નામના આસામીએ રૂ।.૩ લાખ ૫૦ હજાર અરવિંદભાઈ મુળજીભાઈ રોરીયાને હાથઉછીના આપ્યા હતા. તે પછી ભગવતસિંહનું અવસાન થતાં તેમના પત્ની સગુણાબાએ પતિ દ્વારા આપવામાં આવેલી રકમની માગણી કરતા અરવિંદભાઈએ રૂ।.૩ લાખનો ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાં રજૂ કરવામાં આવતા પરત ફર્યાે હતો. તેથી સગુણાબા ભગવતસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા  આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ફરિયાદી સગુણાબાના પતિનું લેણું તેમના પત્ની વસૂલી શકે નહી. તે દલીલ સામે ફરિયાદ પક્ષના વકીલે કરેલી દલીલ ગ્રાહ્ય રાખી અદાલતે રૂ।.૩ લાખના ચેક પરતના કેસમાં અરવિંદભાઈ મુળજીભાઈ રોરીયાને એક વર્ષની કેદ અને રૂ।.૩ લાખ ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યાે છે. રકમ ચુકવવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજા ફટકારવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ બી.એન. શેઠ, નિશ શેઠ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh