Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    ગઈરાત્રે વિકાસગૃહ રોડ પર સોડા શોપ નજીક બંને વચ્ચે જામી પડીઃ
જામનગર તા. ૩: જામનગરના એક યુવાને દિવાળી પર ફટાકડાની કરેલી ખરીદી પછી ભાવતાલની બાબતે બોલાચાલી થતાં બે વેપારીએ હુમલો કર્યાની અને એક શખ્સે દાંતરડુ ઝીંક્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે સામા પક્ષે પણ હુમલાની વળતી ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી ગુન્હા નોંધી તપાસ આદરી છે.
જામનગરના સરૂ સેક્શન રોડ પર સંત કબીર આવાસની એ-વીંગમાં રહેતા ઉદયભાઈ મનિષભાઈ ઠક્કર તથા સાહિલ મનિષભાઈ ઠક્કર નામના વેપારીઓ ગઈકાલે રાત્રે વિકાસગૃહ રોડ પર સોડા શોપ પાસે હતા ત્યારે ત્યાં ધસી આવેલા હરપાલસિંહ ઝાલા નામના શખ્સે ગાળો ભાંડી હતી. ગાળો બોલવાની ના પાડતા હરપાલે ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત પતાવી દેવાની ધમકી આપી હતી.
દિવાળીના તહેવારો દરમિયાન ઉદયભાઈના ફટાકડાના સ્ટોલે ફટાકડા લેવા આવેલા હરપાલસિંહે ફટાકડા ખરીદ્યા પછી થોડીવારમાં પૈસા આપી જાવ છું તેમ કહ્યા પછી ફરીથી સ્ટોલે આવેલા હરપાલસિંહે ફટાકડાના માલમાં ઉંચુ નીચુ કરવાનો પ્રયત્ન કરવા ઉદયભાઈએ તમારે રૂા.૧૪૦૦ આપવાના છે તેમ કહેતા હરપાલસિંહે રૂા.૭૦૦ યુપીઆઈથી ટ્રાન્સફર કર્યા હતા, બાકીના રૂા.૭૦૦ની માગણી કરતા હુમલો કરાયાનું ઉદયભાઈએ પોલીસ ફરિયાદમાં જાહેર કર્યું છે.
આ ફરિયાદની સામે રાંદલનગરમાં રહેતા હરપાલસિંહ નવલસિંહ ઝાલાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ સાહિલ તથા ઉદય મનિષભાઈ ઠક્કરના સ્ટોલ પરથી તેઓએ ફટાકડા લીધા હતા. આ વેળાએ પૈસા સાથે ન હોવાથી ઘરેથી પૈસા લઈને ફરીથી આવેલા હરપાલસિંહે ભાવતાલ બાબતે કહેતા બોલાચાલી પછી સાહિલ તથા ઉદયે ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાે હતો. રૂા.૭૦૦ યુપીઆઈથી ચૂકવ્યા હોવા છતાં ઉદયે દાંતરડા જેવા હથિયારથી હુમલો કરી માર માર્યાે હતો. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial