Advertisement
Author: નોબત સમાચાર

કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીની આક્રોશ યાત્રાઃ જનસભાનું આયોજન

હાલારમાં ખેડૂતોના સમર્થનમાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિયાળાની ઋતુ પ્રસરવા લાગી હોય તેમ તાપમાન ૧૮/૧૯ સાથે ઠંડું થવા માંડ્યું છે, જ્યારે ગઈકાલે આંબરડી પાટિયા પાસે ભાણવડથી જામજોધપુર રોડ પાસે આપ પાર્ટી દ્વારા થયેલી કિસાન પંચાયતે રાજકીય ગરમી લાવી હતી. આંબરડી ૫ાટીયા પાસે થયેલ કિસાન મહાપંચાયતમાં ખેડૂતોને શિયાળું પાકના સમયમાં પણ હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા હતાં. પ્રદેશ આપ પ્રમુખ ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, દ્વારકા જિ. પ્રમુખ, જામનગર જિલ્લા શહેર પ્રમુખ સામાત ગઢવી, પરેશ ગોસ્વામી, યુવરાજસિંહ જાડજા, મનોજ સોરઠિયા વિગેરે જોડાયા હતાં. દ્વારકા જિલ્લામાં થયેલ આ કિસાન મહાપંચાયતમાં જામનગર જિલ્લાના જામજોધપુરના લોકો વધુ હતાં. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતા તથા પી.આઈ. કે.બી. રાજવી દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ હતી.

કોંગ્રેસની યાત્રા

ગુજરાત કોંગ્રેસ દ્વારા તથા ગુજરાત કિશન કોંગ્રેસ દ્વારા સોમનાથથી ખેડૂતોના હિતને બચાવવા માવઠાથી થયેલ નુક્સાનના સંદર્ભમાં દેવા નાબૂદી સંપૂર્ણ માફ કરવાની માંગ સાથે શરૂ થયેલ કોંગ્રેસની યાત્રા જૂનાગઢ જિલ્લા થઈ સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચી હતી. ૧ર-૧૧-ર૦રપ ના બપોરે દ્વારકા જિલ્લામાં આગમન થશે. દ્વારકા જિલ્લાના ભાણવડ થઈ આ યાત્રા અડવાણા, પોરબંદર જિલ્લામાં થઈ જામરાવલ થઈ કલ્યાણપુર, ભાટિયા, નંદાણા, ચરકલા, ગુરગઢ થઈ દ્વારકા પહોંચશે, જ્યાં સભાઓ જાશે. ૧૩/૧૧ ના તથા ગુજરાત પ્રદેશ નેતાઓ ઉપસ્થિત રહેશે.

ખેડૂતોની માવઠાની નુક્સાની અંગે દ્વારકાધીશને આવેદનપત્ર આપવામાં આવે તેવી પણ શક્યતા છે. આટ પાર્ટીની કિસાન પંચાયત, કોંગ્રેસની યાત્રાના આગમનના કારણે રાજકીય ગરમી વધી છે, જ્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં માવઠાથી નુક્સાનીનું ૧૦ હજાર કરોડનું પેકેજ તથા ૧પ હજાર કરોડની ટેકાના ભાવે ખરીદી છતાં પણ ખેડૂતોનો અસંતોષ ઘટ્યો ના હોય, ખેડૂતોને રાજી કરવા હજુ પણ ભાજપ કોઈ નવી નીતિ જાહેર કરે તો કોઈ નવાઈ નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh