Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહાશિવરાત્રિ પર્વે નીકળી ૪૫મી ભવ્ય શિવ શોભાયાત્રા ઉમંગભેર સંપન્ન

છોટીકાશીમાં છવાયો શિવભકિતનો માહોલઃ હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: 'છોટી કાશી' જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ ગઈકાલે રવિવારે મહાશિવરાત્રિના પાવનકારી પર્વ નિમિતે પરંપરાગત રીતે પિસ્તાલીસમી ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઇ હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઇ હતી. સાંજે ૪.૩૦ વાગ્યે પુરાણ પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ થઇ કે. વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફિસ, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે ૨:૩૦ વાગ્યે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં વિવિધ જ્ઞાતિના મંડળો, સ્વૈચ્છિક સંસ્થા, સંગઠનોના હોદે્દારો દ્વારા ૧૯થી પણ વધુ સુંદર આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા, અને હર હર મહાદેવના નારા સાથે આકાશ ગુંજી ઉઠતાં શિવમય વાતાવરણ બન્યું હતું. અંતમાં મુકાયેલી ભગવાન શિવજીની રજત મઢિત પાલખીના 'છોટી કાશી'ના અનેક શિવભકતોએ દર્શનનો લાભ લીધો હતો. પુરાણ પ્રસિદ્ધ શ્રી સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી સાંજે સાડા ચાર વાગ્યે શિવ શોભા યાત્રા પ્રારંભ થઇ હતી. આ સમયે જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેષભાઇ કગથરા, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા, શહેર ભાજપના મહામંત્રી  મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુમ્મર, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા ઉપરાંત જામનગર શહેર ભાજપના ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના સભ્યો તથા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા. વગેરે એ ભગવાન શિવજીની રજત મઢિત પાલખીનું પૂજન-અર્ચન કરીને શિવ શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

શિવ શોભાયાત્રા નાગેશ્વર મંદિર થઇ નાગનાથ ગેઇટ, કે.વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફિસ, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે ૦૨:૩૦ વાગ્યા બાદ પૂર્ણ થઇ હતી. જયાં મહા આરતી સાથે પૂજન અર્ચન કરાયું હતું.

નગરમાં યોજાતી પિસ્તાલીસમી શિવ શોભાયાત્રામાં ગઇકાલે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપરાંત રોશનીથી ઝળહળીત અને સુવર્ણ અલંકારોથી સુશોભિત રજત મઢિત પાલખી નિહાળવા અને ભગવાન શિવજીના આસુતોષ સ્વરૂપના દર્શન કરવા માટે ભાવિકોએ ઠેર ઠેર ભીડ જમાવી હતી, અને મોડે સુધી દર્શન માટે રાહ જોઇને બેઠેલા ભકતજનોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શોભાયાત્રાના માર્ગ પર ઠેર ઠેર ભગવાન શિવજીની પાલખીનું પુજન કરાયું હતું. બેડી ગેઇટ પાસે ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું.

આ સમયે જામનગર શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, સ્ટે. કમિટીના ચેરમેન નિલેશભાઇ કગથરા, ડે. મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, શાસકજુથ નેતા આશિષભાઇ જોષી, દંડક કેતનભાઈ નાખવા, આ ઉપરાંત શહેર ભાજપ સંગઠનના મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુમ્મર, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દાસાણી, હોદ્દેદારો ઉપસ્થિત રહૃાા હતા. ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમનો શુભેચ્છા સંદેશો સાંપડ્યો હતો, અને તેઓએ ભગવાન આશુતોષીજીનું સ્મરણ કરીને વંદન કર્યા હતા, જ્યારે શોભાયાત્રાના સ્વાગત અને પાલખી પૂજનમાં જામનગર શહેર ભાજપના કોર્પોરેટરો પાર્થ કોટડીયા, ગોપાલભાઈ સોરઠીયા. કુસુમબેન પંડ્યા, ડિમ્પલબેન રાવલ, આશાબેન રાઠોડ, ગીતાબા જાડેજા, તૃપ્તીબેન ખેતિયા, પાર્થ જેઠવા મુકેશભાઈ માતંગ, હર્ષાબા જાડેજા, મનીષભાઈ કટારીયા, અલ્કાબા જાડેજા, અરવિંદભાઈ સભાયા, ભારતીબેન ભંડેરી, તેમજ શહેર ભાજપના અન્ય તમામ અગ્રણી હોદ્દેદારોઓે ઉપસ્થિત રહૃાા હતા અને શિવશોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરી ભગવાન શિવજીની પાલખીનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.

સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજે પણ ફૂલહારથી સ્વાગત કરી પાલખીનું પૂજન કર્યું હતું. હાલાર હાઉસ પાસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ગિરીશભાઇ બુદ્ધદેવ, કમલભાઈ દવે, વૃજલાલભાઈ પાઠક તેમજ અન્ય સ્વયંસેવકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. નાગનાથ ગેઇટ ચોકડી પાસે સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ અને શાસક જુથના નેતા આશિષભાઇ જોષીની આગેવાની હેઠળ શહેર પ્રમુખ હિરેનભાઈ કનૈયા, તથા જસ્મીનભાઇ ધોળકિયા, સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા મહિલા પ્રમુખ મનીષાબેન સુમ્બડ, શહેર પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, ઉપરાંત વૈશાલીબેન જોશી, મીનાબેન જ્યોતિષી સહિતના હોદે્દારો-કાર્યકરો વગેરે દ્વારા શોભાયાત્રાનું અનેરૃં સ્વાગત કરવામાં આવ્યું હતું, ઉપરાંત પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શિવ શોભાયાત્રામાં મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ)ની રાહબરી હેઠળ ૭૪ થી વધુ સભ્યોની શિવભકતોની પાલખી સમિતિ દ્વારા એક સરખા ઝભ્ભા, પીતાંબરી અને કેસરી ખેસ સાથે ખુલ્લા પગે ચાલીને ભગવાન શિવજીની પાલખી ઉચકીને નગરના માર્ગો પર દર્શનાર્થે ફેરવી હતી. જેનો અનન્ય નજારો જોવા મળ્યો હતો. ઉપરાંત શોભાયાત્રાના સંચાલન માટે બનાવાયેલી ૫૩ સભ્યોની સંકલન સમિતિના નેજા હેઠળ શોભાયાત્રાના કન્વીનર પ્રજ્વલ પાલન તેમજ સહકન્વીનર આશીષભાઈ નકુમ અને હિરેનભાઈ માતંગની રાહબરી હેઠળ શિવ શોભાયાત્રાનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેઓના સફળ સંચાલનના કારણે શિવશોભાયાત્રા ઉલ્હાસભર્યા વાતાવરણમાં સંપન્ન થઇ હતી.

શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટ તદ્ઉપરાંત શિવસેના (એક ફલોટ), સતવારા સમાજ (૩ ફલોટ), ભગવા રક્ષક યુવા સંગઠન (૨ ફલોટ), હિન્દુ સેના (બે ફલોટ), બાળ હિન્દૂ સેના (૧ ફ્લોટ) ભગવા યોદ્ઘા સંઘ (બે ફલોટ), શિવ નાગેશ્વર મિત્ર મંડળ (બે ફલોટ), ઓમ યુવક મંડળ (બે ફલોટ) સહિતના ૧૧ મંડળો દ્વારા ૧૮ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા.

જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાના દંડક કેતનભાઈ નાખવા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મનીષભાઈ કનખરા, શહેર ભાજપ ના અગ્રણી જીજ્ઞેશભાઈ નંદા તેમજ અન્ય શહેર ભાજપના અને કોંગી અગ્રણીઓ ભાનુશાળી જ્ઞાતિ ના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહૃાા હતા અને શોભાયાત્રાનું સ્વાગત કરી પાલખી પૂજન કર્યું હતું.

સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાઇ હતી. બેન્ડ વાજા, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રદ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાયા હતા. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બની હતી. ઉપરાંત ડી.જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાયા હતા અને શોભાયાત્રાના રૂટ પર નગર ભ્રમણ કર્યું હતું.

મુસ્લીમ સમાજ-દાઉદી વહોરા સમાજે કર્યુ સ્વાગત

જામનગરની શિવ શોભાયાત્રામાં કોમી એકતાના દર્શન

જામનગર તા. ૧૬:  જામનગર શહેરમાં ગઈકાલે યોજાયેલી ૪૫ મી શિવ શોભાયાત્રામાં અનેક સ્થળે કોમી એકતાના દર્શન થયેલા જોવા મળ્યા હતા અને મુસ્લિમ સમાજ, દાઉદી વ્હોરા સમાજ વગેરે દ્વારા શોભાયાત્રા સ્વાગત કરાયું હતું, ઉપરાંત પાલખી પૂજન પણ કરવામાં આવ્યું હતું.

ચલણી નોટોનો વિશાળ

હાર પહેરાવી સ્વાગત

જામનગરમાં વ્હોરા ના હજીરા પાસે ઉપરના ભાગેથી દાઉદી વોરા સમાજ દ્વારા ભગવાન શિવજીની પાલખી પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી, અને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂર્વ એએસઆઈ યુનુશભાઈ શમા કે, જેઓ દ્વારા ચલણી નોટોનો વિશાળ કદનો હાર ભગવાન શિવજીના સ્વરૂપને ચડાવીને પૂજન કર્યું હતું. જયારે શહેર ભાજપ લઘુમતી સેલના અગ્રણી હોદ્દેદાર હારૂનભાઈ ઉર્ફે અલુભાઈ પટેલ, કે જે પણ શોભાયાત્રાના સ્વાગત કર્યું હતું.

જુમ્મા મસ્જિદ પાસે પણ ભગવાન શિવજીની પાલખીનું મુસ્લિમ સમાજ દ્વારા ફૂલહાર કરીને પૂજન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. એકંદરે સમગ્ર શહેરમાં અનેક સ્થળે કોમી એકતાના દર્શન થયા હતા.

જામનગર શહેર ભાજપ દ્વારા

શિવ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત

છોટીકાશી જામનગરમાં મહાશિવરાત્રિ નિમિત્તે ભવ્ય શિવશોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા બેડી ગેઇટ પાસે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. આ તબક્કે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરેમેન પરષોત્તમ કકનાણી, પૂર્વ અધ્યક્ષ વિમલ કગથરા, ગોવા શિપયાર્ડના ડાયરેક્ટર હસમુખ હિંડોચા સહીત કોર્પોરેટરો, પૂર્વ મેયરો, વિવિધ મોરચાના અધ્યક્ષ તથા હોદેદારો, વોર્ડ પ્રમુખો, પેઈજ પ્રમુખો સહીતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહૃાા હતા. ભાજપ, જામનગર શહેર મીડિયા વિભાગ, કન્વીનર ભાર્ગવ ઠાકરએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh