Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૂળ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં બજાવતો હતો ફરજઃ
ખંભાળિયા તા. ૨૬: મૂળ દ્વારકા જિલ્લાના પોલીસ મહેકમમાં ફરજ બજાવતા અને હાલમાં રાજ્યની એસએમસી ટીમમાં નિયુક્ત કરાયેલા એક જમાદારને રૂા.૧૫ લાખની લાંચ લેવાના ગુન્હામાં દબોચી લેવાયો છે. આ શખ્સ સામે ગુજસી ટોક હેઠળ પણ કાર્યવાહી કરાઈ રહી છે. હાલમાં તેને એટેચ્ડ ફરજમાંથી કાઢી નાખી સસ્પેન્ડ કરી દેવાયો છે.
રાજ્યના મુખ્ય પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ કામ કરતી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ભરૂચથી વડોદરા વચ્ચેના ધોરીમાર્ગ પર ગઈ તા.૧૯ના દિને પૂર્વ બાતમીના આધારે વોચ રાખી એક કન્ટેઈનરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૦૩૪૦ બોટલ કબજે કરી હતી. અંદાજે રૂા.૧, ૭૩,૫૩,૪૮૮ની કિંમતનો દારૂનો જથ્થો અને રૂા.૧૦ લાખની કિંમતનું ટેન્કર પોલીસે કબજે કરી લીધુ હતું.
તે ટેન્કર સાથે ઝડપાયેલા રાજસ્થાનના ફગલુરામ ઉમારામ જાટ, અનિલ જગદીશ પ્રસાદ, મનિષ ભાઈજી સામે ગુન્હો નોંધાયો હતો. તેની શરૂ થયેલી તપાસમાં દારૂનો આ જથ્થો ભરૂચ પાસે ન રોકવા અને કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે એસએમસીના એક કર્મચારીએ રૂા.૧પ લાખની લાંચ માંગ્યાની વિગતો પ્રકાશમાં આવી હતી. આ રકમ, ટેન્કરમાં ગેરકાયદે આઈએમએફએલનો જથ્થો ભરી આપનાર રાજસ્થાનના અનિલ જગદીશ પ્રસાદ જાટ ઉર્ફે પાંડીયા નામના શખ્સે રૂા.૧પ લાખ આંગડિયા મારફતે મોકલ્યાનું અને તેમાંથી રૂા.પ લાખ ગાંધીનગર થી રીસીવ કરી લીધાનું અને રૂા.૧૦ લાખ તે જ દિવસે બીજા શખ્સના નામે આંગડિયામાં મોકલાયાનું ખૂલ્યું હતું. તે રકમ એસએમસીની ગાંધીનગર સ્થિત કચેરીમાં અનાર્મ હે.કો.ની ફરજ બજાવતા સાજણ વીરાભાઈ નામના શખ્સ દ્વારા મેળવી લેવાયાની વિગતો પણ ખૂલી હતી.
આ કર્મચારી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ તંત્રમાં ફરજ બજાવતો હતો અને તે પછી એસએમસીમાં મુકવામાં આવ્યો હતો તેને હાલમાં તાત્કાલિક અસરથી એસએમસીની એટેચ્ડ ફરજમાંથી મુકત કરી દ્વારકા જિલ્લામાં પરત ધકેલી દેવાયો છે અને સસ્પેન્ડ કરી દેવાયો છે. આ કર્મચારીની કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હામાં શંકાસ્પદ ભૂમિકા હોવાથી ચેતી જઈ સાજણ વીરાભાઈ પોતાનો ફોન બંધ કરી ગઈ તા.૨૩થી પલાયન હતો. તેને એસએમસીએ શોધી કાઢયો છે. ખંભાળિયાના જેકેવીનગર-૪માં રહેતા આ શખ્સની વિધિસર ધરપકડ કરી લેવામાં આવી છે. તે ઉપરાંત કોલ રેકોર્ડીંગની પાંચ ક્લિપ મળી છે જેમાંથી બે ક્લિપમાં સાજણ વીરાભાઈનો અવાજ હોવાથી તેની સામે ગુજસી ટોક હેઠળ પણ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial