Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના ૭ જિલ્લામાં પૂરપ્રકોપઃ
નવી દિલ્હી તા. ર૭: પંજાબમાં છત પર હેલિકોપ્ટર ઉતારી સેનાએ રપ લોકોને બચાવ્યા હતાં. તે પછી આખી ઈમારત જળમગ્ન થઈ હતી.
પંજાબમાં સતત વરસાદને કારણે ૭ જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે. બુધવારે સેનાએ રાજ્યના માધોપુર હેડવર્કસમાં પૂરના પાણીમાં ઘેરાયેલી એક જર્જરિત ઈમારતમાંથી રર સીઆરપીએફ જવાનો અને ૩ નાગરિકોને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કર્યા હતાં. રેસ્ક્યુ માટે સેનાનું હેલિકોપ્ટર જર્જરિત ઈમારતની છત પર ઉતર્યું હતું.
હેલિકોપ્ટર છત પરથી ઊડાન ભર્યા પછી ઈમારતનો આગળનો ભાગ તૂટી પડ્યો અને પાણીમાં સમાઈ ગયો. આ પછી પણ સેનાએ કામગીરી બંધ કરી નહીં અને જર્જરિત ઈમારતની છત પર ફસાયેલા તમામ લોકોને બચાવ્યા. તે પછી ઈમારત જળમગ્ન થઈ હતી. ભારતીય સેનાએ બચાવ કામગીરીનો વીડિયો એક્સ પર શેર કર્યો છે. પંજાબમાં ભારે વરસાદને કારણે ૩૦ ઓગસ્ટ સુધી તમામ સ્કૂલો બંધ રાખવામાં આવી છે. રાજ્યના ૭ જિલ્લાઓ પૂરથી અસરગ્રસ્ત છે. એનડીએફઆર, એસડીએફઆર અને સેનાની ટીમો બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં ૯ર લોકોને વિવિધ સ્થળોએથી બચાવવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial