Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીમાં રૂપિયા ૧૨.૪૫ લાખના વિકાસ કામોના ખર્ચને બહાલી અપાઈ

શ્રાવણી મેળાના સફળ આયોજન બદલ તંત્રને બિરદાવ્યુ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠક ગઈકાલે સાંજે ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કુલ રૂ. ૧૨.૪૫ લાખના વિકાસ કામના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક તા. ૨૦-૦૮-૨૦૨૫ના ચેરમેન નિલેશ  કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કુલ ૮ સભ્યો  ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા,

સિટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશનર (વ.) મુકેશ વરણવા, ઇચા. આસી. કમિશનર  જીજ્ઞેશ નિર્મલ વગેરે હાજર રહૃાા હતા.

શરૂઆતમાં શ્રાવણી મેળો-૨૦૨૫ના સારા આયોજન બદલ કમિશનર, ડે. કમિશનર, સિટી એન્જીનિયર તેમજ મનપાની સમગ્ર ટીમ, કલેક્ટર, એસ.પી. તેમજ પોલીસ ડીપાર્ટમેન્ટના જવાનો, પીજીવીસીએલ વિભાગનો આભાર માનવામાં આવ્યો હતો.

વર્ષે ૨૦૨૫-૨૬ દરમ્યાન  સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫,૯,૧૩ અને ૧૪)માં સ્ટ્રેન્ટનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ)ના કામ અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ. ૭.૫૦ લાખના ખર્ચ, સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામે અન્વયે રૂ. ૪.૯૫૫ લાખના ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી.

જામ રણજીતસિંહજી પાર્ક ફૂડ શોપ-ઝોન આઉટ લેટ નં. ૧ને ૫ને પાંચ વર્ષ માટે ઓપરેટીંગ લીઝ આપવાના કામ અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે વાર્ષિક રૂ. ૩૩૫૦૦ લેખે લીઝ પર આપવાનું મંજુર કરવામાં આવ્યું હતું. આમ  સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ. ૧૨.૪૫ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh