Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડની જમીન અંગેના દાવામાં પ્રતિવાદીની કોર્ટ ટ્રાન્સફરની અરજી રદ્દ

વાદીએ કાયમી મનાઈહુકમનો કર્યાે છે દાવોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: કાલાવડમાં આવેલી એક કિંમતી જમીન અંગે અદાલતમાં કરાયેલા કાયમી મનાઈહુકમના દાવામાં આ દાવો બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરી આપવા પ્રતિવાદી પક્ષે અરજી કરી હતી. તે અરજી અદાલતે રદ્દ કરી છે.

કાલાવડમાં વસવાટ કરતા દિલીપભાઈ દવે નામના આસામીના નિધન પછી તેમના વારસ કેયુર દવેએ સિટી સર્વે કચેરીમાં ખોટી રજૂઆત કરી વારસાઈ કરાવ્યા પછી તેના આધારે દિલીપભાઈની જમીન બીજાને વેચાણ કરી દેવાની તજવીજ કરતા ડાયાલાલ ઉર્ફે હસમુખ ઉદેશીએ જામનગરની દીવાની કોર્ટમાં કાયમી મનાઈહુકમનો દાવો દાખલ કર્યાે હતો.

આ દાવો બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરાવવા પ્રતિવાદી દ્વારા અરજી કરાઈ હતી. જેમાં તેઓએ દાવાની નકલ નથી મળી અને અન્ય દલીલો રજૂ કરી હતી. અદાલતે કોઈ ખાસ કારણ વગર એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં કેસ ટ્રાન્સફર થાય તો ન્યાયીક પ્રક્રિયા અંગે ખોટો સંદેશો મળે અને ટ્રાન્સફર અરજી હળવાશથી ન લેવી જોઈએ તેવી દલીલ વાદી પક્ષ દ્વારા કરાતા કોર્ટ ટ્રાન્સફરની અરજી રદ્દ કરવામાં આવી છે. વાદી તરફથી વકીલ હિતેન ભટ્ટ, હેમાંશુ સોલંકી, ધર્મેન્દ્ર ઠાકર, કૌશિષ પરમાર, સમર્થ ભટ્ટ રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh