Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ ડિવિઝન રેલવે પોલીસે ગત વર્ષે ૩૯ લાખનો સામાન મુસાફરોને કર્યો પરત

રેલવે તંત્ર દ્વારા "સેવા હી સંકલ્પ" હેઠળ વિવિધ અભિયાનો ચલાવાયાઃ

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૩: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (આરપીએફ) એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ (૦૧ એપ્રિલ ૨૦૨૫ થી ૩૧ માર્ચ ૨૦૨૬) દરમિયાન મુસાફરોની સુરક્ષા, રેલવે સંપત્તિનું રક્ષણ અને જનસેવાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, *સેવા હી સંકલ્પ*ના ધ્યેય હેઠળ, આઈજી-કમ-પ્રધાન મુખ્ય સુરક્ષા કમિશનર શ્રી અજય સદાનીના કુશળ નેતૃત્વ અને ડિવિઝનલ સુરક્ષા કમિશનર, રાજકોટ કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ આરપીએફએ વિવિધ અભિયાનો દ્વારા પ્રશંસનીય કામગીરી કરી છે.

આ સમયગાળા દરમિયાન, રેલવે સુરક્ષા બળ દ્વારા મુસાફરો, રેલવે પરિસર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા સુનિશ્ચિત કરીને અનેક મહત્વપૂર્ણ અભિયાનો સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યા હતા.

ઓપરેશન અમાનત

આ અભિયાન અંતર્ગત મુસાફરી દરમિયાન વિવિધ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરો દ્વારા ભૂલથી રહી ગયેલા સામાનને સુરક્ષિત રીતે પરત કરવામાં આરપીએફએ નોંધપાત્ર સફળતા મેળવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૩૫૨ મુસાફરોનો અંદાજે ૩૮,૯૮,૪૮૪ ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે તેમને સોંપવામાં આવ્યો હતો.

ઓપરેશન નન્હે ફરિશ્તે

આ અભિયાન હેઠળ ૨૭ એવા બાળકોને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા હતા, જેઓ કોઈ કારણસર સ્ટેશન કે ટ્રેનમાં પોતાના પરિવારથી છૂટા પડી ગયા હતા.

ઓપરેશન ડિગ્નિટી

આ અભિયાન અંતર્ગત ૧૨ વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે મિલાવવામાં આવ્યા હતા, જેઓ વિવિધ સંજોગોમાં પોતાના સ્વજનોથી અલગ થઈ ગયા હતા.

ઓપરેશન રેલ સુરક્ષા

રેલવે સંપત્તિની સુરક્ષા માટે ચલાવવામાં આવેલા આ અભિયાનમાં ચોરીના ૩૫ કેસોમાં ૧૦૩ આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઓપરેશન સમય પાલન

રેલ વ્યવહારમાં અવરોધ ઉભો કરનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરતા ચેઈન પુલિંગના ૪૪૬ કેસ નોંધાયા હતા અને ૪૪૧ આરોપીઓની ધરપકડ કરી રેલવે અધિનિયમ હેઠળ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

ઓપરેશન ઉપલબ્ધ

રેલવે ટિકિટોના કાળાબજાર પર અસરકારક અંકુશ લગાવતા આ અભિયાન હેઠળ ૧૪ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ ટિકિટોના ગેરકાયદે વેચાણમાં સંડોવાયેલા જોવા મળ્યા હતા.

ઓપરેશન યાત્રી સુરક્ષા

મુસાફરોના સામાનની ચોરીના કિસ્સામાં સતર્ક કાર્યવાહી કરતા ૪ કેસમાં ૭ આરોપીઓને ઝડપી પાડી સરકારી રેલવે પોલીસ (આરપીએફ) ને સોંપવામાં આવ્યા હતા, જેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ઓપરેશન જનજાગરણ

આરપીએફ દ્વારા મુસાફરો અને સામાન્ય નાગરિકોને જાગૃત કરવા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત તમામ આરપીએફ પોસ્ટ અને ચોકીઓ પર બેનરો, પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જાહેરાતો, ગામના સરપંચો અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજવામાં આવી હતી. આ દરમિયાન રેલવે લાઈન ક્રોસ ન કરવા, ટ્રેનો પર પથ્થરમારો અટકાવવા, નશાખોરી, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા મહત્ત્વના વિષયો પર જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.

ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતા

રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝન આરપીએફની આ સિદ્ધિ મુસાફરોની સુરક્ષા અને સેવા પ્રત્યેની તેની ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh