Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કન્યા સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં ધાર્યા કામ થાય, વ્યાપારમાં સફળતા મળે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે નાણાભીડ દૂર કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપની ભવિષ્યની યોજનાઓ અંગે આપ સજાગ બનતા જણાવ. વ્યાપાર-ધંધામાં લાભની તક મળે તે ઝડપી લેજો. નાણા પ્રાપ્તિની ઈચ્છા ફળીભૂત થતા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. પારિવારિક ક્ષેત્રે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. કોઈ મહેમાન આપના ઘરની મુલાકાતે આવી શકે છે. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા તકલીફદાયક બની રહે. સ્વાસ્થ્ય એકંદરે સારૂ રહે. તા. ૧૦ થી ૧૭ લાભ. તા. ૧૪ થી ૧૬ પારિવારિક કાર્ય થાય.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે તબિયતની કાળજી રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેવા પામે. આહાર-વિહારમાં કાળજી રાખવી આવશ્યક બની રહે. વ્યાપાર-વ્યવસાયમાં મંદ ગતિએ પણ પ્રગતિ સાધી શકશો. નાણાકીય સ્થિતિ સુધરતી જણાય. નાણા પ્રાપ્તિના રસ્તાઓ ખૂલતા જણાય. સામાજિક જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. કૌટુંબિક ક્ષેત્રે સ્નેહીજનો તરફથી સહકાર પ્રાપ્ત થાય. તા. ૧૦ થી ૧૩ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૪ થી ૧૬ સારી.
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને વ્યાવસાયિક ક્ષેત્રે મંદીનો સામનો કરવો પડે. ધાર્યો લાભ અટકતા થોડા-ઘણાં અંશે નાણાભીડનો સામનો કરવો પડે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. પારિવારિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે બોલાચાલી, મતભેદ થઈ શકે. બગડેલું સ્વાસ્થ્ય સુધરતા રાહત અનુભવી શકશો. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર સરાહનીય બની શકે. તા. ૧૦ થી ૧૩ નાણાભીડ. તા. ૧૪ થી ૧૬ સામાન્ય.
Cancer (કર્ક: ડ-હ)
તમારા માટે પ્રવાસ-મુસાફરીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સ્નેહી-સગા સાથે સંબંધો સુમેળભર્યા બની રહે. ઘર-પરિવારનું વાતાવરણ શાંતિયમ રહેતા આનંદ અનુભવી શકશો. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા પ્રેરાશો, જેના કારણે કંઈક અંશે નાણાભીડનો અનુભવ થાય. માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આરોગ્ય બાબતે કાળજી રાખવી. તા. ૧૦ થી ૧૩ સન્માન. તા. ૧૪ થી ૧૬ પ્રવાસ.
Leo (સિંહ: મ-ટ)
આપના માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવના જણાય છે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાયમાં પ્રગતિના દર્શન કરી શકશો. ગૃહસ્થજીવનમાં નાના-મોટા મતભેદ થઈ શકે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માન પ્રાપ્ત થઈ શકે. આરોગ્ય નરમ-ગરમ રહે. તા. ૧૦ થી ૧૩ વિવાદ ટાળવા. તા. ૧૪ થી ૧૬ શુભ.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
તમારા માટે પારિવારિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના બાકી કે અધુરા પારિવારિક કાર્યો પૂરા કરવા માટે સમય ફાળવી શકશો. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશે. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો તે ધીમે ધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. તા. ૧૦ થી ૧૩ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧૪ થી ૧૬ પારિવારિક કાર્ય થાય.
Libra (તુલા: ર-ત)
તમારા માટે ધારેલા કાર્યો પૂરા કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના પડતર કાર્યો પૂરા કરવા માટે સક્રિય બનતા જણાવ. સફળતાના દ્વારો ખૂલતા જણાય. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકી શકશો. માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળતા રહે. મોજ-શોખના સાધનોની ખરીદી થાય. તા. ૧૦ થી ૧૩ લાભદાયી. તા. ૧૪ થી ૧૬ મધ્યમ.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે નફા-નુક્સાનભર્યું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત થતી જણાય. આવકના નવા શસ્ત્રોતો ખૂલતા જણાય. પારિવારિક ક્ષેત્રે આકસ્મિક ખર્ચાઓને કારણે નાણાકીય સ્થિતિ મધ્યમ બની રહે. આર્થિક સ્થિતિ ઉતાર-ચઢાવભરી જણાય. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા-ખર્ચ જણાય. સામાજિક તથા જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોને પ્રગતિકારક તકો પ્રાપ્ત થાય. મહત્ત્વના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. તા. ૧૦ થી ૧૩ ખર્ચ-વ્યય. તા. ૧૪ થી ૧૬ સારી.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના કાર્ય ક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ કહી શકાય. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે અનુકૂળતા રહે. તા. ૧૦ થી ૧૩ મધ્યમ. તા. ૧૪ થી ૧૬ લાભદાયી.
Capricorn (મકર: ખ-જ)
તમારા માટે વ્યસ્તતા વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ સામાજિક-વ્યાવસાયિક ક્ષેત્રે આપની વધારાની જવાબદારીઓના કારણે વ્યસત બનતા જણાવ. શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. મહેનતના મીઠા ફળ સમજવા. સામાજિક ક્ષેત્રે મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાત ફળદાયી સાબિત થાય. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે વાદ-વિવાદ થઈ શકે છે. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા ખર્ચાળ પૂરવાર થાય. તા. ૧૦ થી ૧૩ મિલન-મુલાકાત. તા. ૧૪ થી ૧૬ કાર્યબોજ વધે.
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના માટે સકારાત્મક કાર્યો કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપનામાં એક નવી ઊર્જાનો સંચાર થતો જોવા મળે. આપ આપની કાર્યશૈલીમાં સુખદ બદલાવ લાવી શકશો. અધુરા કે અટવાઈ ગયેલા કાર્યો આગળ વધારી શકશો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે કોઈ નવું સાહસ થઈ શકે. આર્થિક સ્થિતિમાં ધીમી ગતિએ પણ મક્કમ સુધારો જોઈ શકો. સ્વાસ્થ્યની બાબતમાં સમય થોડો નબળો જણાય. ખાન-પાનમાં પરેજી રાખવી. તા. ૧૦ થી ૧૩ ઉત્સાહ. તા. ૧૪ થી ૧૬ તબિયત સાચવવી.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
તમારા માટે નવી રાહ, નવી દિશા સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ભવિષ્યના નિર્માણના આયોજનમાં વ્યસ્ત બનતા જણાવ. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નવી દિશા કે ક્ષેત્રમાં ઝંપલાવી શકો છો. આવકવૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. આપની સુઝબુઝ દ્વારા સારી સફળતા મળતા સમય ઉત્સાહવર્ધક બની રહે. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે તકરાર-મતભેદ ઊભા થઈ શકે છે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે. તા. ૧૦ થી ૧૩ સાનુકૂળ. તા. ૧૪ થી ૧૬ નવીન કાર્ય થાય.