Advertisement
Author: નોબત સમાચાર

ઊંચા વ્યાજે રકમ મેળવનાર નગરના આસામીની ચાર કરોડની મિલકત જાણ બહાર વેચી નખાઈ

નગરના જ એક શખ્સ સામે કરાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરના એક આસામીએ ૧૫ વર્ષ પહેલાં નગરમાં ફાયનાન્સની પેઢી ચલાવતા એક વ્યક્તિ સાથે મિત્રતા થયા પછી ઉંચા વ્યાજે રકમ મેળવી હતી. તે પછી આ આસામીની જામનગરની બે ઓફિસ, એક મકાન તથા અમદાવાદની બે ઓફિસ મળી રૂ।.૪ કરોડની અસ્કયામત તેઓની જાણ બહાર વેચી નાખવામાં આવતા આ આસામીએ વિશ્વાસઘાત આચરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદની વધુ વિગત મુજબ અગાઉ જામનગરના ગુલાબનગર સામે મોહનનગરમાં વસવાટ કરતા અને હાલમાં અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા સંજયભાઈ વસંતભાઈ મકવાણા નામના કડિયા પ્રૌઢે વર્ષ ૨૦૧૧ના વર્ષમાં જામનગરના લાલ બંગલા વિસ્તારમાં આવેલા પુનીત પાન ડેપો પાછળ આવેલા કે.બી. જાડેજા કોમ્પલેક્ષમાં પહેલા માળે રાજદીપ ફાયનાન્સ નામની ઓફિસ ચલાવતા યુવરાજસિંહ જાડેજા સાથે સંપર્ક થયા પછી જે તે વખતે વ્યાજે કેટલીક રકમ હાથઉછીની લીધી હતી.

આ રકમ પર ઉંચુ વ્યાજ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. મિત્રતાના દાવે પૈસા મેળવનાર સંજયભાઈ પાસેથી સરકારના ધારા ધોરણથી વધુ વ્યાજ વસૂલાયા પછી સંજયભાઈનું જામનગરમાં આવેલુ મકાન તેમજ જામનગરમાં આવેલી બે ઓફિસ તથા અમદાવાદમાં આવેલી બે ઓફિસ સિક્યુરિટીમાં રાખી લેવામાં આવી હતી.

એક અંદાજ મુજબ રૂ।.૪ કરોડથી વધુની ઉપરોક્ત મિલકત યુવરાજસિંહ જાડેજા પાસે પડી હતી. તે મિલકત સંજયભાઈની જાણ બહાર વેચી નાખવામાં આવતા હેબતાયેલા સંજયભાઈએ ગઈકાલે જામનગર દોડી આવી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં યુવરાજસિંહ જાડેજા તેમજ તેના પરિવારના જે સભ્યોએ મદદગારી કરી હોય તે તમામ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમો તેમજ નાણા ધિરધાર અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh