Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરની ટી.પી. સ્કીમો અંગેની વિગતો જાહેર કરવા માગણી

માહિતી અધિકાર હેઠળ કરાઈ અરજીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય નીતિનભાઈ માડમે માહિતી અધિકાર જોગવાઈ અન્વયે જામનગર મહાનગરપાલિકા પાસે જામનગર શહેરની ટી.પી. સ્કીમો અંગેની વિગતો જાહેર કરવા માગણી છે.

આ અરજીમાં જામનગર શહેરમાં હાલની સ્થિતિએ કેટલી ટીપી સ્કીમને રાજ્ય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે તેની સંપૂર્ણ વિગતો પરિપત્ર અને પ્લાનની નકલ સાથે માગવામાં આવી છે.

જામનગરશહેરની કેટલી ટી.પી. સ્કીમની મંજુરી માટેની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલવામાં આવી છે, તે દરખાસ્તની વિગતો આપવા જણાવાયું છે.

રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલ શહેરની ટીપી-ડીપી સ્કીમ તથા મંજુરીમાં મૂકવામાં આવેલ દરખાસ્તમાં કોમર્શિયલ, ઔદ્યોગિક, રમતગમત, શૈક્ષણિક, આરોગ્યલક્ષી, રહેણાંક તેમજ રાજ્ય સરકારના નિયમ મુજબ અનામત રાખવામાં આવેલ જગ્યા-પ્લોટોની સંપૂર્ણ વિગતો તેની સ્થિતિ અને ક્ષેત્રફળના નક્શા સાથે માગવામાં આવી છે.

જામનગર શહેરની રાજ્ય સરકાર દ્વારા મંજુર કરેલ ટી.પી.-ડી.પી. પ્લાન મુજબ મહાનગરપાલિકા હસ્તકના પ્લોટો પર કોઈ હેતુફેર કરવામાં આવેલ હોય તો તેની સંપૂર્ણ વિગતો તથા સરકાર હસ્તકના પ્લોટ ઉપર તથા રોડ-રસ્તામાં આવતા બાંધકામો દૂર કરવામાં આવેલ હોય તેની ૧૦ વર્ષની તેની સંપૂર્ણ વિગત તેમજ ડી.પી. પ્લાન મુજબ શૈક્ષણિક, આરોગ્ય તથા રમતગમત માટે કેટલા પ્લોટ ક્યા ક્યા સ્થળે અનામત રાખેલ છે અને હાલ કેટલા પ્લોટોનો ઉપયોગ શરૂ થઈ ગયેલ છે તેની સંપૂર્ણ વિગતો માગવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh